Archive

Archive for જાન્યુઆરી, 2011

સ્વૈચ્છિક ગરીબી

જાન્યુઆરી 18, 2011 1 comment


સ્વૈચ્છિક ગરીબી વિના સંસ્કારિકતા નહિ ,


સંસ્કારિકતા વિના પ્રજા નહિ ,


પ્રજા વિના રાષ્ટ્ર નહિ ;


અને રાષ્ટ્ર વિના નરોત્તામો નહિ.


સ્વૈચ્છિક ગરીબી જ નરોત્તામો ને જન્મ આપે છે અને


નરોત્તામો જ સ્વૈચ્છિક ગરીબીને પોતાનો જન્મસિદ્ધ હક્ક માને છે .

 


ધૂમકેતુ …દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

વ્યક્તિ વિશેષ

જાન્યુઆરી 10, 2011 4 comments

***વ્યક્તિ વિશેષ *** 


જેની હાજરીમાં દુનિયાની સઘળી વાત વિસરાઈ જાય



એ માણસ તમને કંઇક આપી શકવાની યોગ્યતા ધરાવે છે 

 

ધૂમકેતુ –


***ભૂલો*** 

ભૂલો- સમાજ કે વ્યક્તિ ત્યારે જ માફ કરી શકે જ્યારે એનામાં સામર્થ્ય હોય ;

માઈકાંગલાં તો એક ભૂલમાં એક જિંદગીભર ચાલે એટલો શસ્ત્ર-સરંજામ દેખે છે

 

સિદ્ધાંતપાલન

જાન્યુઆરી 10, 2011 3 comments

એક ધ્રેયની પાછળ જે જીવન સમર્પણની ગાથા રચાતો નથી તે જુવાન નથી ;

પછી એ ધ્રેય ઝાડ ઉછેરવાનું હોય ,ગ્રામરચનાનું હોય , કે કેવળ

પથારા ભેગા કરવાનું હોય

વસ્તુને જીવનધ્રેય તરીકે સ્વીકારી તેના ત્યાગની વાત જે કાઢે,

તે નિત્ય જુવાન રહેવાનો ;

પછી એ ધ્રેય કેવળ ઇકરાંત શબ્દો ભેગા કરવાનું હોય , કે

ચંપલને નવું રૂપ આપવાનું હોય ;

કારણકે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે , વસ્તુની નહિ .

બુલંદ ઈરાદા

જાન્યુઆરી 8, 2011 1 comment

 

હિમાદ્રીશૃંગની ઊંચાઈ માટે તમને તમારી જાત શ્રુલ્લક લાગે છે  ?

તો ભૂલવું ન જોઈએ કે હિમાદ્રીના શિખરઢંક ઢાંકી દે તેવા

ગહન મહાસાગર પણ પડ્યા છે  .

જીવનની યાતના ગમે તેટલી વિકટ હોય પણ

માણસને એ યાતનાથી દુર નાસી જવાનો અધિકાર નથી ,

કારણ કે એ જ એના જીવનપથનું નિયામક બળ છે .

ધૂમકેતુ –

અસામાન્ય માણસ

જાન્યુઆરી 8, 2011 2 comments

અસામાન્ય માણસ


જે કોયડો અણઉકેલ્યો પડ્યો છે તેનો ઉકેલ કરવા મથવું

એ માણસનો સાચો પુરુષાર્થ બતાવે છે .

એમાં અગમ્યતા જેવી આંધળી શ્રધ્ધાનું લક્ષણ છે ;

એનો ઉપહાસ કરવો તે અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે .

સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે .

અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે

જ્ઞાનબળ


માત્ર જીવંત મૃત્યુ પામેલો મનુષ્ય અને

દર પળે જીવન જીવતો મનુષ્ય આ બંને જ સ્થિર રહી શકે

પહેલો પોતાના અજ્ઞાનથી ,

બીજો પોતાના જ્ઞાનબળથી .

ધૂમકેતુ -દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

તો નવી દુનિયા જન્મે

જાન્યુઆરી 8, 2011 1 comment

 

જ્યારે ગરીબી -મનની ,તનની,ધનની ,
હરેક પ્રકારની ગરીબી
સૌ સાથે વહેચવા બેસશે ત્યારે
એક અતિ આશ્ચર્યજનક ઘટના બનશે :
તેઓ જે વસ્તુ વહેચવા માંગે છે એ ગરીબી જ
ત્યાં નહિ હોય

દુનિયામાં કેટલાક ને બહાદુરી મળે છે
કેટલાકને ગરીબી મળે છે .
કેટલાકને સમૃદ્ધિ ને સંતાપ મળે છે
એ ચારે વસ્તુઓ ,
માતા પૃથ્વીના સૌ સંતાન —ભાઈઓ ભાગ પડે તેમ
ભાગ પાડીને વહેચી લે , તો નવી દુનિયા જન્મે

https://i0.wp.com/www.gujaratisahityaparishad.com/photos/sarjako/Dhumketu.jpg =ધૂમકેતુ

પ્રેમની સમૃદ્ધિ

જાન્યુઆરી 3, 2011 Leave a comment


પુરુષ પોતાની પાસે પ્રેમની કેટલી સમૃદ્ધિ છે
તે તપસ્યા વિના જ જ્યારે સ્ત્રીને મેળવવા જાય છે
ત્યારે એ જે મેળવે છે તે સ્ત્રી હોતી નથી
સ્ત્રીનું સોંદર્ય ,
એ તો આંતરજીવનનો મર્મ જાણવા માટે ,
કુદરતે નિર્મેલી કાવ્યપંક્તિ છે .
એ કાવ્યપંક્તિ દ્વારા જીવનનો ધ્વની જે સમજે
તે જ સ્ત્રીને મેળવી શકે



પ્રેમ દ્વારા માનવ આખા વિશ્વમાં રહેલી સંવાદિતા શોધવા મથે છે :
એવી સિદ્ધિ માટે બીજરૂપે સ્ત્રીપુરુષ પોતાના જીવનમાં રહેલી
સંવાદિતા શોધી કાઢે તો લગ્નજીવનનો હેતુ સફળ થયો ગણાય

https://i0.wp.com/www.gujaratisahityaparishad.com/photos/sarjako/Dhumketu.jpg =ધૂમકેતુ

વિજયમાળા

જાન્યુઆરી 3, 2011 Leave a comment
Sioux Warrior

વિજયમાળાના ઘણા ખરા મોતી ખોટા ફટકિયા છે :
સાચા મોતી તો પરાજિત યોદ્ધાની આંસુવિનાની આંખમાં હોય છે

=ધૂમકેતુ

 

 


સાધુ-પુરુષો જેને રેતીના કણ માને છે
તેને જ સામાન્ય મનુષ્યો સોનાની રજ ગણે છે. એટલે
સાધુપુરુષો મહાત્વાકાંક્ષાને ઠોકર મારી મહત્તાની શોધ કરે છે ;
અને સામાન્ય મનુષ્યો મહત્તાને ઠોકર મારી
મહત્વાકાક્ષામાં રચે છે .

=ધૂમકેતુ

2010 in review

જાન્યુઆરી 2, 2011 1 comment

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Fresher than ever.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 3,000 times in 2010. That’s about 7 full 747s.

 

In 2010, there were 18 new posts, growing the total archive of this blog to 107 posts.

The busiest day of the year was March 26th with 61 views. The most popular post that day was આપણું શરીર ભાગ 3.

Where did they come from?

The top referring sites in 2010 were gujaratikavitaanegazal.ning.com, gujarati.nu, gujarat.nu, WordPress Dashboard, and gujaratikavitaanegazal.wordpress.com.

Some visitors came searching, mostly for રોગો, સામાન્ય જ્ઞાન, ધૂમકેતુ, ગુજરાત, and ઉખાણા.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

આપણું શરીર ભાગ 3 March 2010
2 comments and 1 Like on WordPress.com,

2

શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો March 2010
1 comment

3

:–વિશ્વ ભૂગોળ –: April 2010
4 comments

4

સ્ત્રીનું દર્શન March 2010

5

મારા વિશે July 2009
14 comments