મુખ્ય પૃષ્ઠ > ગુજરાત > આ ગુજરાત છે

આ ગુજરાત છે

જુલાઇ 20, 2009 Leave a comment Go to comments

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

રોહિત શાહ

લટથી…

Categories: ગુજરાત
  1. નવેમ્બર 27, 2011 પર 8:53 પી એમ(pm)

    શ્રી ધવલભાઈ,

    ગરવી ગુજરાત વિષે ખુબ સરસ રચના

  1. No trackbacks yet.

Leave a comment