Archive

Archive for જાન્યુઆરી 8, 2011

બુલંદ ઈરાદા

જાન્યુઆરી 8, 2011 1 comment

 

હિમાદ્રીશૃંગની ઊંચાઈ માટે તમને તમારી જાત શ્રુલ્લક લાગે છે  ?

તો ભૂલવું ન જોઈએ કે હિમાદ્રીના શિખરઢંક ઢાંકી દે તેવા

ગહન મહાસાગર પણ પડ્યા છે  .

જીવનની યાતના ગમે તેટલી વિકટ હોય પણ

માણસને એ યાતનાથી દુર નાસી જવાનો અધિકાર નથી ,

કારણ કે એ જ એના જીવનપથનું નિયામક બળ છે .

ધૂમકેતુ –

અસામાન્ય માણસ

જાન્યુઆરી 8, 2011 2 comments

અસામાન્ય માણસ


જે કોયડો અણઉકેલ્યો પડ્યો છે તેનો ઉકેલ કરવા મથવું

એ માણસનો સાચો પુરુષાર્થ બતાવે છે .

એમાં અગમ્યતા જેવી આંધળી શ્રધ્ધાનું લક્ષણ છે ;

એનો ઉપહાસ કરવો તે અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે .

સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે .

અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે

જ્ઞાનબળ


માત્ર જીવંત મૃત્યુ પામેલો મનુષ્ય અને

દર પળે જીવન જીવતો મનુષ્ય આ બંને જ સ્થિર રહી શકે

પહેલો પોતાના અજ્ઞાનથી ,

બીજો પોતાના જ્ઞાનબળથી .

ધૂમકેતુ -દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

તો નવી દુનિયા જન્મે

જાન્યુઆરી 8, 2011 1 comment

 

જ્યારે ગરીબી -મનની ,તનની,ધનની ,
હરેક પ્રકારની ગરીબી
સૌ સાથે વહેચવા બેસશે ત્યારે
એક અતિ આશ્ચર્યજનક ઘટના બનશે :
તેઓ જે વસ્તુ વહેચવા માંગે છે એ ગરીબી જ
ત્યાં નહિ હોય

દુનિયામાં કેટલાક ને બહાદુરી મળે છે
કેટલાકને ગરીબી મળે છે .
કેટલાકને સમૃદ્ધિ ને સંતાપ મળે છે
એ ચારે વસ્તુઓ ,
માતા પૃથ્વીના સૌ સંતાન —ભાઈઓ ભાગ પડે તેમ
ભાગ પાડીને વહેચી લે , તો નવી દુનિયા જન્મે

https://i0.wp.com/www.gujaratisahityaparishad.com/photos/sarjako/Dhumketu.jpg =ધૂમકેતુ