આપનું શરીર :

ફેબ્રુવારી 15, 2010 Leave a comment Go to comments



  • આપનું શરીર કાર્બન,હાઈડ્રોજન ,ઓક્સીજન ,નાઈટ્રોજન , ફોસ્ફરસ ,કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે .આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ
    ઓછું છે

  • આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે

  • પાચન ,શ્વસન,રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ  આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે

  • આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય

  • આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે

  • આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે

  • આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન  ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું  હોય છે

  • આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે

  • આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ   છે .

  • આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે .

  • આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે

  • આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે

  • શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .

  • પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે

  • માણસની મહાકાયતા અને વામનતા  પીચ્યુટરી ગ્રંથીને આભારી છે

  • માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે

  • પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન  અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે


શરીર ના તંત્રો :

1. પાચનતંત્ર
2. ભ્રમણતંત્ર
3. શ્વસનતંત્ર
4. ઉત્સર્ગતંત્ર
5. સ્નાયુતંત્ર
6. પ્રજનનતંત્ર
7. ગ્રંથિતંત્ર
8. ચેતાતંત્ર
9. કંકાલતંત્ર

આપના ખોરાક ના મુખ્ય ઘટકો :

તત્વો

કાર્યો

શેમાંથી મળે

કાર્બોહાઈડ્રેટ

શરીર ને શક્તિ અને ગરમી આપે છે .આહાર નો મુખ્ય ઘટક અને શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે .

અનાજ .બટાકા. ખાંડ.શેરડી,કેળા .ગાજર .મધ .શક્કરીયા

ચરબી

કોષ ને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે .વિટામીન A .D.B.એને K ના અભીશોષણ માટે જરૂરી છે

ઘી .તેલ.દૂધ .માખણ.ઈંડા .મગફળી

પ્રોટીન

શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે ,ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે .

કઠોળ .દૂધ,દહીં.પનીર .માંસ.માછલી .ઈંડા

પાણી

શરીરમાં થતી જૈવ-રસાયણિક ક્રિયાઓ માટે પાણી જરૂરી છે

– – – – –

ખનીજ દ્રવ્યો

શરીરને ઘસારો પૂરો પડે છે અને હાડકા મજબુત બનાવે છે .

ધન્ય ,કઠોળ.દૂધ.સુકા મેવા .તેલીબિયાં,લીલા શાકભાજી

વિટામીન

શરીરમાં થતી જૈવ – રસાયણિક ક્રિયાઓ માટે ,શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામીન જરૂરી છે

દૂધ. માખણ .શાકભાજી .ઈંડા .માંસ

ધવલ “નવનીત “

લીબર્ટી જરનલ સ્ટડીઝ પુસ્તક માંથી માહિતી પ્રાપ્ત કરીને અહી મુકેલ છે

Categories: સામાન્ય જ્ઞાન ટૅગ્સ:
  1. ફેબ્રુવારી 16, 2010 પર 5:18 એ એમ (am)

    વાહ ! ખુબજ ઊપયોગી માહિતી…આપે જે ફોટો મુક્યો છે તે તો આપણા સુક્ષ્મ શરીરનો છે. તો હવે આપ પાસેથી આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી બનેલા શરીર (ઓરા અથવા સુક્ષમ શરીર ) વિષે તથા તેમાં આવેલા સાત એનર્જિ પોઇન્ટ ( સાત ચક્રો તથા ત્રણ નાડીઓ ) વિશે આધારભૂત માહિતીની અપેક્ષા છે. ફરીથી અભિનંદન !

  2. ashok
    સપ્ટેમ્બર 9, 2010 પર 8:05 પી એમ(pm)

    dhaval bhai saras mahiti aapel che tame.

  3. ફેબ્રુવારી 26, 2011 પર 5:14 પી એમ(pm)

    ફોટામાં સુંદર રચના બતાવેલ છે.

    અભિનંદન

    કિશોરભાઈ

  1. No trackbacks yet.

Leave a comment