Archive

Archive for ઓગસ્ટ, 2009

રજકણ (૨)

ઓગસ્ટ 31, 2009 1 comment


પાનખરની ઋતુ જોઇને વૃદ્ધાવસ્થા યાદ આવી
પણ આ શું ?
વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે
સુંદર પ્રભાતનાં રંગ જેવી ,
કુમળા પાનની ટીશી ક્યાંથી ?તમે કલાની વાત કરો છો કાં ?
હા, હા, સમજ્યો .
એવી વસ્તુ,
જેને લોકો જીવનમાંથી બહાર કાઢે છે :
અને પ્રદર્શન માં જોવા જાય છે .”
એ જ કલા ને ?જાગૃતિની એક પળ માંગી હતી;
નિંદ્રાધીન જીવનના હજારો વર્ષ નહિ “માણસ પોતાની જાત ઘસ્યા વિના
જે કાંઈ કરે
દાન, દયા કે સહાય
એ સઘળું વિલાસના પડછાયા જેવું છે .

ધૂમકેતુ (રજકણ માંથી )

Advertisements

રજકણ (૧)

ઓગસ્ટ 31, 2009 2 comments

ઊંચામાં ઊંચા શિખર પર બેસવા માટે
હું એક હજાર ને એક જીંદગી ગુમાવવા તૈયાર છું :
પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ “

એણે કહ્યું કે તમે દુ:ખથી હાર્યા છો
મેં કહ્યું કે
તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી “

નિરાશાના સમુદ્ર જેવા મોટા રણમાં
તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે ,
તે મજાને ખાતર
હું ધોળા ફૂલ ,રૂપેરી ચાંદની ,અને કોયલનો સુર
ત્રણેય જતા કરું “


વધારે વાંચો …

રજકણ (૨)

ઓગસ્ટ 31, 2009 Leave a comment


પાનખરની ઋતુ જોઇને વૃદ્ધાવસ્થા યાદ આવી

પણ આ શું ?

વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે

સુંદર પ્રભાતનાં રંગ જેવી ,

કુમળા પાનની ટીશી ક્યાંથી ?

તમે કલાની વાત કરો છો કાં ?

હા, હા, સમજ્યો .

એવી વસ્તુ,

જેને લોકો જીવનમાંથી બહાર કાઢે છે :

અને પ્રદર્શન માં જોવા જાય છે .”

એ જ કલા ને ?

જાગૃતિની એક પળ માંગી હતી;

નિંદ્રાધીન જીવનના હજારો વર્ષ નહિ “

માણસ પોતાની જાત ઘસ્યા વિના

જે કાંઈ કરે

દાન, દયા કે સહાય

એ સઘળું વિલાસના પડછાયા જેવું છે .

ધૂમકેતુ (રજકણ માંથી )

રજકણ (૧)

ઓગસ્ટ 31, 2009 Leave a comment

ઊંચામાં ઊંચા શિખર પર બેસવા માટે
હું એક હજાર ને એક જીંદગી ગુમાવવા તૈયાર છું :
પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ “

એણે કહ્યું કે તમે દુ:ખથી હાર્યા છો
મેં કહ્યું કે
તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી “

નિરાશાના સમુદ્ર જેવા મોટા રણમાં
તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે ,
તે મજાને ખાતર
હું ધોળા ફૂલ ,રૂપેરી ચાંદની ,અને કોયલનો સુર
ત્રણેય જતા કરું “

હું નિરાશ થયો છું ?
પરાજય થી હાંફી ગયો છું ?
ના,ના, એવું કાઈ જ નથી .
વિશ્વાસના સમુદ્રમાં પડેલું ,
ઝેરનું એક બિંદુ ધોવા માટે ,
આટલી જેહમત ઉઠાવી રહ્યો છું .”

ધૂમકેતુ (રજકણ માંથી )

લેખાકો અને તખલ્લુસ(ઉપનામ)

ઓગસ્ટ 28, 2009 Leave a comment

1. રમણભાઈ નીલકંઠ – ————————‘મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર ———————— ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ————————-‘ દર્શક’
4. લાભશંકર ઠાકર – ————————–‘લઘરો’
5. નટવરલાલ પંડ્યા ————————- ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી ————————- ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – —————————–‘પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ ————————— ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી ————————— ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા ————————‘કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ———————‘બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ————————–‘ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક ————————‘ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ ————————–‘ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ————————‘ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ – ———————”કાન્ત’
17. બાલારામ દેસાઈ – ————————‘જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ – ————————‘પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની – ————————‘અખો’
20. લાલજીભાઈ સુથાર ———————– ‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ ————————- ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ————————- ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ – ————————‘ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી ————————–‘ છોટમ’
25. દયાશંકર પંડ્યા ————————– ‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન ——————– ‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર ———————— ‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા ———————— ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ – ———————‘ પતીલ’
30. લાભશંકર ઠાકર – ————————-‘ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા ———————- ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ ———————– ‘ લલિત’
33. હરાજી લવજી દામજી ——————— ’ શયદા ‘
34. મોહનલાલ મહેતા – ———————-‘ સોપાન’
35. ભોગીલાલ ગાંધી – ———————–’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી ————————— ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક ——————- ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી ————————- ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ ————————–‘ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ ———————- ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા ————————— ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક ———————- ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ ———————–‘ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ ———————– ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર – —————————-‘ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી – ———————‘ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર – ——————–‘ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા – ——————-‘ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર – ———————‘મધુરાય’

પૃથ્વી એટલે ‘ઉકરડો ‘

ઓગસ્ટ 27, 2009 2 comments


એક જૂની કહેવત છે : ‘ગામ હોય ત્યાં ઉકરડો હોય જ ‘ પરંતુ પર્યાવરણ ની ‘ વાટ લગાવવામાં ‘ માં આ ઉકરડાનો પણ ઘણો ફાળો છે .પ્લાસ્ટિક જેવો નોનરિસાઇક્લેબલ પ્રદાર્થોમાંથી નીપજતા કચરા છેવટે પર્યાવરણ માટે જોખમી બને છે .પરંતુ એવી કોઈ શોધ થઇ શકે ખરી કે કચરાનો કન્સેપ્ટ જ નાબુદ થઇ જાય ? બ્રિટીશ સંશોધકોએ તેમના દેશને ‘ ઝીરો વેસ્ટ કન્ટ્રી ‘ પ્રસ્તાવ મુક્યો છે ! તેમાટે ગરમાગરમ ભજિયું બની જતી પૃથ્વી માટે સ્માર્ટ બિલ્ડીંગો બનાવવી પડશે . આ સ્માર્ટ બિલ્ડીંગો સંપૂર્ણપણે વાયરલેસ હશે .જે કઈ ઉર્જા ની જરૂર પડે તે પોતાની મેળે જ પેદા કરી લેશે .તેના માટે તે સૂર્ય ,પવન કે ભૂ-ગરમી જેવા કુદરતી સ્રોતોનો ઉપયોગ કરશે .દિવસભર તેના પર પડતા સૂર્યપ્રકાશ ને ‘ લાઈટ પાઈપ્સ ‘ મારફતે સંગ્રહ કરીને રાત્રે પણ અજવાળું ફેલાવવા માટે ઉપયોગમાં લઇ શકાશે ,એટલું જ નહિ તેમાંથી ઉત્પન્ન થતો કચરો તે ખુદ ખાઈ જશે !

આ સંથાનું કહેવું છે કે વખતોવખત ‘ હિત વેવ ‘ નો અનુભવ કરતા બ્રિટનમાં આજની તારીખ થી ગ્રીન હાઉસ ગેસ ની ઉત્પાદન સાવ બંધ થઇ જાય તો પણ આવતા ત્રીસ વર્ષો સુધી તેનું તાપમાન વધતું રહેશે .દિવસે દિવસે ‘ યુઝ એન્ડ થ્રો ‘ કમ્યુનીટી બનતા જતા અંગ્રેજો વર્ષે દહાડે ત્રીસ કરોડ તન જેટલો કચરો પેદા કરે છે .

જેમાંથી માંડ માંડ અડધો પણ રીસાઈકલ થતો નથી ! તે જોઇને .ડેન્માર્ક ,સ્વીડન અને બેલ્જિયમ જેવા દેશો એ નોન- રીસાઈકલ ચીજો પર વધુ વેરા નાખ્યા છે ! ૨૦૦૩ ના હીટવેવમાં આખા યુરોપમાં ૩૦ હજાર થી પણ વધુ લોકો નો ભોગ લેવાયો પૃથ્વી નું તાપમાન વધતું અટકાવા અને તેને આવનારી પેઢીઓ માટે રેહવા લાયક રેહવા દેવી હોય તો ‘ ક્યોટો પ્રોટોકોલ ‘જેવી સંધિઓ નો ચુસ્તપણે અમલ કરવો પડશે ,એટલું જ નહિ આપણી લાઈફસ્ટાઈલ માં પણ યોગ્ય પરિવર્તન આણવા પડશે ,

==જીવાત્મા અને પરમાત્મા ==

ઓગસ્ટ 27, 2009 Leave a comment


આ જીવાત્મા ઈશ્વરનો એક અંશ છે .અને તે ચેતન છે .જળ નથી .તે નિર્મળ છે એટલે કે મળ – દોષથી રહિત છે .શુદ્ધ છે અને આનંદિત છે .ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે .હું અને મારું ,તું અને તારું એનું જ નામ માયા છે અને માયા નો પ્રેરક ઈશ્વર છે .આ જીવ માયાને વશીભૂત થયેલો છે .ઈશ્વર અંશી છે અને જીવ તેનો અંશ છે .એટલે જેવી અંશી તેવો અંશ એટલે આ દેહમાં રહેલો જીવ અવિનાશી ,નિત્ય અને સનાતન છે .મનુષ્ય મરણ પામે છે ત્યારે જીવ સ્થૂળ શરીર છોડી તેના કર્મફળ પ્રમાણે બીજા સ્થૂળ શરીર ને પકડી લે છે .

જો ભગવાન ઈશ્વર છે તો પ્રકૃતિ ઈશ્વરી શક્તિ છે .ભગવાન આપણા પિતા છે તો પ્રકૃતિ આપની માતા છે .ભગવાન બીજ ને વાવનાર છે તો પ્રકૃતિ ગર્ભ ને ધારણ કરનારી છે .પ્રકૃતિ સોંનું ઉત્પતિ સ્થાન છે અને તેથી સંસાર ની ઉત્પતિ થાય છે .પ્રકૃતિ એજ માયા છે.ઈશ્વર (પરમાત્મા ) અને પ્રકૃતિ નો સંબંધ નર- નારી જેવો છે .પ્રકૃતિ ઈશ્વર ની શક્તિ છે .જેવી કે વિષ્ણુ અને લક્ષ્મી ,શિવ અને પાર્વતી ,બ્રહ્મા અને સરસ્વતી ,રામ અને સીતા વિગેરે , વિગેરે …

ચોર્યાશી લાખ યોનીઓનો ગીતમાં પણ ઉલ્લેખ છે .ચોર્યાશી યોનીઓના ચાર પ્રકાર છે .જરાયુજ, અંડજ,
ઉદભિજ્જ્,અને સ્વેદજ,આપણે તેમના એક જીવ છીએ અને આપણા કર્મફળ પ્રમાણે ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરતા કરતા મનુષ્ય યોનીમાં ભગવાન ની કૃપાથી આવ્યા છીએ .પરમાત્મા બધા જ પ્રાણીઓના હૃદય માં છે .પોતાની માયા દ્વારા તેના કર્મ પ્રમાણે ઘુમાવે છે .છેવટે ભગવાને આપણને મનુષ્ય દેહ આપી આ ‘જીવન મુક્તિ ‘ કરવાનો અવસર આપ્યો છે.જેનો આપને બની શકે તેટલો વહેલો લાભ ઉઠાવી મુક્તિ (મોક્ષ ) મેળવવાનો છે .નહીતર લાખ ચોર્યાશીનું ચક્કર આપણા માટે તૈયાર જ છે .

એક ભક્ત કવિ કહે છે
“મારો હંસલો નાનો અને દેવળ જુનું થયું રે
હંસા તારે અને મારે પ્રીત્યું બંધાણી.”

=એક આત્મનિષ્ઠ સંત
ધનજીભાઈ કે. પટેલ . (કમાણાકર )


Comment Me Comments