Archive

Archive for જુલાઇ, 2011

હિંસા

જુલાઇ 23, 2011 2 comments

 

https://dhavalnavneet.files.wordpress.com/2011/07/hungerindia.jpg?w=200

માનવને પામર તરીકે જીવવું પડે

એના કરતા વધારે ભયંકર

બીજી કોઈ સામાજિક હિંસા નથી.    

ધૂમકેતુ =

સૌંદર્ય

જુલાઇ 19, 2011 2 comments



સૌંદર્ય કેવળ દેહનું નથી .


માનવ જીવનમાં ક્યારેક એવી પળ આવે છે કે


જાતીય આકર્ષણ ,સૌંદર્ય પિપાસા ,અને પ્રેમ


ત્રણે એકરૂપ બનીને જીવનને સામર્થ્યથી છલોછલ ભરી દે છે

ધૂમકેતુ  

સંસ્કારિતા

જુલાઇ 18, 2011 4 comments


પૈસા સાચવવામાં જડતા ચાલે .


પણ


વાપરવામાં તો સંસ્કારિતા જ જોઈએ .

 

ધૂમકેતુ

આધ્યાત્મિક માર્ગ

જુલાઇ 17, 2011 4 comments


દરેક જુવાનને વારસામાંપૈસા મળે કે ન મળે .


એ પ્રશ્ન મહત્વનો નથી : વિદ્યા પણ મળે કે ન મળે :


પણ એક વસ્તુ તો મળવી જ જોઈએ. અને તે છે સંસ્કારી ગરીબી .


આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે તે ભયંકર વસ્તુ છે :


વડકા કરતી ગરીબી મળે , એ વળી એનાથી પણ ભયંકર વસ્તુ છે:


પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે .

ધૂમકેતુ =

મહોત્સવ

જુલાઇ 17, 2011 2 comments


માનવને જીવનમાં એકપળ એવી આવે છે


જયારે એ પોતે પોતાપણું ભૂલી જવા મથે છે.


જયારે એના ‘ હું ‘કોઈ ‘ તું ‘ ને શોધે છે :


એ શરૂઆતની જાતીય આકર્ષણ થી ભરપુર જીવનપળ


છેવટે તો ‘ હું ‘ અને ‘ તું ‘ ના આલોપમાં પરિણમે છે;


જયારે એ બંને  – સ્ત્રી અને પુરુષ એકબીજાને એકબીજામાં સમાવી દે છે .


ત્યારે ઋતુરાજ વસંત ,જેમ કુદરતને નવજીવન બક્ષે છે


તેમ આ પ્રેમ માનવને નવી શક્તિ આપે છે :


લગ્ન એ એકરીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે

ધૂમકેતુ=

ધર્મ અને વિજ્ઞાન

જુલાઇ 13, 2011 1 comment

https://i0.wp.com/api.ning.com/files/nrYQj1F1rQkyj*UQq6gyIsBtlaM6Y6BjJDEhe7gYn3frqeIkqxS68BFr8FIZn*E8OUAuk08fVuihqCt3UU78QQ*FV*O5PcY1/dharmanevignan.gif


જે ધર્મ વિજ્ઞાનને દુશ્મન ગણશે તે ધર્મ


આ જમાનાની એક કઢંગી વિચિત્રતા તરીકે રેહશે


સત્ય અને અહિંસાને પણ વિજ્ઞાન જ કસોટી કરીને મહાન ગણશે


એ જ કહેશે કે ગુનેગારીવૃત્તિના વિનાશ માટે આટલી લોહીશુધ્ધી જરૂરી છે :


આટલી ધર્મવૃત્તિ આવશ્યક છે .


ધર્મ અને વિજ્ઞાન એકબીજાના મિત્રો બનીને રહે તો જ બંને ટકી શકે

ધૂમકેતુ