Archive

Posts Tagged ‘sport’

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન

માર્ચ 27, 2010 1 comment

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન


વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ એટલે ” ઓલિમ્પિક રમતોત્સવ “.દુનિયામાં કોઈપણ ખેલ સ્પર્ધા ઓલિમ્પિકના પોતાના નવા નવા ખેલાડીઓ ઉત્પન્ન કરે છે અને દરેક રમત માં નવા નવા વિક્રમો દર ઓલિમ્પિકમાં ઉભા કરે છે ઓલિમ્પિક રમત નો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ .પૂર્વે ૭૭૬ થી ઈ.સ.૩૯૪ સુધીમાં ઝીયસ નામે દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી .ઈ.સ ૩૯૪ માં તે વખતના સમ્રાટ રાજા થિયોડોસીયાસે ઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો .આ પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે . આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે

ઓલિમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે .સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) – એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક રમતોત્સવમાં ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી .

:ઓલિમ્પિક ચાર્ટર :

ઓલિમ્પિક રમતોત્સવનો એક ચાર્ટર છે .આ ચાર્ટર માં ઓલિમ્પિકના હેતુઓ
આપેલા છે જે નીચે મુજબ છે


  1. રમતગમત માટેના જરૂરી એવા શારીરિક અને નૈતિક ગુણોનો વિકાસ કરવો.
  2. વિશ્વશાંતિ માટે રમતગમત ના માધ્યમ થી યુવાઓમાં પરસ્પર સદભાવના અને મિત્રતા વધારવી .
  3. સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના સિદ્ધાંતો નો પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય સદભાવ ઉભો કરવો

  4. વિશ્વના બધા ખેલાડીઓને દર ચાર વર્ષે એક સ્થાન પર એકત્રિત કરવા

    :ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :

વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી

(સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને

ફોરટિયાસ)

:ઓલિમ્પિક ધ્વજ :

ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ

બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ

એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં

આવે છે .આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં

વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . ઓલિમ્પિકના પાંચ

વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે અને પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય

સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે

:ઓલિમ્પિક ચીહ્ન :


પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :

પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે

:ઓલિમ્પિક ગીત :

૧૯ મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને સમાપન સમારોહમાં ગાવામાં આવે છે

:ઓલિમ્પિક જ્યોત :

‘ જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના

મંદિરમાંથી લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની

શરૂઆત થઇ હતી

:ઓલિમ્પિકનું શુભદાયક ચીહ્ન :
વર્ષ સ્થળ શુભદાયક ચીહ્ન (mascot )
૧૯૭૨ મ્યુનિચ વાલ્દી(કુતરો)
૧૯૭૬ મોન્ટ્રીયલ અમિક
૧૯૮૦ મોસ્કો મીશા (રીંછનું બચ્ચું )
૧૯૮૪ લોસ એન્જલસ સૈમ (બાજ)
૧૯૮૮ સેઉલ હોદોરી (વાઘનું બચ્ચું )
૧૯૯૨ બાર્સિલોના કોબી (કુતરો)
૧૯૯૬ એટલાન્ટા ઈજ્જા(માનું બાળક )
૨૦૦૦ સિડની ઓલી,મિલિ અને સિડ
૨૦૦૪ એથેન્સ ફેઓસ અને એથેના
:ઓલિમ્પિક રમતો :
તીરંદાજી (આર્ચરી ) ૧૫ જુડો
એથ્લેટિકસ ૧૬ શુટિંગ
બાસ્કેટબોલ ૧૭ સ્વિમિંગ
બોક્સિંગ ૧૮ ટેબલ ટેનીસ
કેનોઈંગ ૧૯ ટેનિસ
સાઈક્લિંગ ૨૦ વોલીબોલ
ઇક્વેસ્ટીરીયન સ્પોર્ટ ૨૧ વેઇટલિફ્ટિંગ
ફેન્સિંગ ૨૨ કુસ્તી
ફૂટબોલ ૨૩ યાચિંગ
૧૦ જીમ્નેસ્ટીક ૨૪ રોવિંગ
૧૧ હેન્ડબોલ ૨૫ બેઝબોલ
૧૨ બેડમિન્ટન ૨૬ સોફટબોલ
૧૩ હોકી ૨૭ ટઈક્વોન્ડો
૧૪ પેન્ટાથલોન ૨૮ ટ્રપથ્લોન