Archive

Archive for ઓગસ્ટ, 2011

કલાકાર

ઓગસ્ટ 30, 2011 1 comment


કલાકાર માટે બહિર પ્રદાર્થ ગૌણ છે .


એ પ્રદાર્થ જે ચેતના પ્રગટાવે તે મહત્વનો  છે


આ દ્રષ્ટી એ જોતા એક વસ્તુ સુંદર હોય


એમાં પણ સામાન્ય માણસ જે જેતો હોય  તેનાથી:


કલાકાર કંઇક જુદું જ જોતો હોય છે .


બંને જણા સાથે જોતા હોય ને બોલી ઊઠે કે  કેવું સુંદર  !


છતાં બંનેનો સૌંદર્યનો ખ્યાલ  તદ્દન જુદો જ હોય છે !


ધૂમકેતુ 

સભાનતા

ઓગસ્ટ 18, 2011 1 comment

કેટલીક ખરી મહત્વની બાબતમાં મનુષ્યને
પગલાઓ ભરવાના હોતા નથી ;
ઘણીવાર પગલા ભરવાનો સમય પણ હોતો નથી
એમાં તો એક જ પગલું બસ હોય છે .
એક પગલું કાં એને પુરષોત્તમ બનાવે :
અથવા તો પામર

ધૂમકેતુ :=

પ્રેમજીવન

ઓગસ્ટ 16, 2011 Leave a comment

પ્રેમજીવન એ આંતરવૃતિનો પ્રશ્ન છે :

એ મુખ્યત્વે આર્થિક પ્રશ્ન નથી:

એમ હોત તો લાખોની મિલકત ધરાવનારઓ માંથી જ

સુખી દાંપત્યના ઉદાહરણો વધારે મળી શકત .

મુશ્કેલી એટલી જ છે કે પોતાની આંતર્વૃતિનો મનુષ્ય ઓછામાં ઓછો જાણભેદુ છે .

લગ્ન અને પ્રેમ એ શોધ છે –એમ ના સ્વીકારાય ત્યાં સુધી

અમુક પ્રકારની નિષ્ફળતાઓ લગ્નજીવનમાં અનિવાર્યપણે રહેવાની જ છે.

ધૂમકેતુ :-