Archive

Archive for સપ્ટેમ્બર, 2011

ઈતિહાસ

સપ્ટેમ્બર 27, 2011 3 comments



માણસ ઈતિહાસ ઘડે છે

એટલા માટે, કે

ઈતિહાસ પાછો માણસ ઘડે ,

મુશ્કેલી

સપ્ટેમ્બર 27, 2011 Leave a comment


મુશ્કેલી હટાવવામાં નહિ ,પણ મુશ્કેલી ન આવે એવું કરી લેવામાં

જ્યારે માણસ પોતાની જીવન ધન્યતા અનુભવતો થાય છે .

ત્યારે એ કંગાળ માં કંગાળ બની જાય છે ;

મુશ્કેલીને એ મહાન વિપત્તિ ગણે છે .

જ્યારે મુશ્કેલી તો ખરી રીતે જીવનની મહાન સંપતિ છે

સૌંદર્ય

સપ્ટેમ્બર 17, 2011 2 comments


દુનિયામાં ખરી રીતે કોઈ ચીજ સુંદર નથી,


તેન અસુંદર પણ નથી .


ચીજ ને સુંદર કે અસુંદર માણસની કલ્પના બનાવે છે .


કલ્પનાશીલ ને ભાવનાશાળી માનવના માનસિક સ્પર્શે


ચીજ સુંદરતા સજે છે ; ચીજ સુંદરતા સજે છે એમ કહી શકાય ;


ચીજ સુંદર છે એમ ન કહેવાય .


સૌંદર્યનું આ રહસ્ય છે કે એનું કોઈ અનોખું અસ્તિત્વ નથી :


અને છતાં એના વિનાની સૃષ્ટી કલ્પી શકાતી નથી .


ધૂમકેતુ =