Archive

Archive for માર્ચ, 2010

શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો

માર્ચ 28, 2010 4 comments



શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો :

રોગ કયા અંગને અસર કરે છે
આર્થરરાઈટિસ પગના સાંધા
અસ્થમા ફેફસાં
કેટરેટ આંખ
કન્જેટીવાઈટિસ આંખ
ડાયાબિટીસ – – –
ડિપ્થેરિયા ગળું
ગ્લુકોમા આંખ
ગોઇટર ગળું
ટીટેનસ માંસપેશીઓ
કમળો યકૃત
મેનેન્જાટીસ મગજ
પોલિયો નસ
ન્યુમોનિયા ફેફસાં
પાયોરિયા દાંત
ટી.બી ફેફસાં
ટાઈફોડ આંતરડા
મેલેરિયા કરોડરજ્જુ
લ્યુકેમિયા લોહી
થેલેસેમિયા લોહીના રક્તકણો
સિફિલિસ જનનાંગો
પ્લેગ ફેફસાં,લાલ રક્તકણો
હરપીસ ચામડી
ટ્રેકોમાં આંખ
ફ્લુ શ્વસનતંત્ર



સુક્ષ્માંણુંથી થતા રોગો :


સુક્ષ્માંણું થતા રોગો
વાઈરસ પીળો તાવ , હડકવા , શીતળા , ઓરી , અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ.
બેક્ટેરિયા કોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ , ડિપ્થેરિયા ,સિફિલિસ
ફૂગ દરાજ ,ખરજવું
પ્રજીવ મલેરિયા ,અમીબિક , મરડો ,અનિદ્રા
કૃમિ વાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ




ચેપી રોગો અને બિનચેપી રોગો ::

પ્રકાર રોગો
ચેપી રોગો : વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગો નો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે .
બિનચેપી રોગો : અનુવાંશિક રોગ ,માનસિક રોગ ,ત્રુટીજન્ય રોગ, ચયાપચયની કે અંત:સ્ત્રાવોની ખાનીથી થતા રોગ અને હાનીકારક પ્રદાથોથી થતા રોગો એ બિનચેપી રોગો છે
અનુવાંશિક રોગો : હિમોફિલિયા ,રંગઅંધતા,આલ્બિનિઝમ.
માનસિક રોગો : ફેફસું ,હતાશા ,દ્રીમુખી વ્યક્તિત્વ .
ત્રુટીજન્ય રોગો(આહાર પોષણની ખામીથી થતા રોગો ): કવોશિયોરકોર,મરાસ્મસ , રતાંધળાપણું ,પાંડુરોગ ,સ્કર્વી ,બેરીબેરી સુક્તાન .
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો : ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા .
હાનિકારક પ્રદર્થોથી થતા રોગો : એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયા
એલર્જી : કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે
જાતીય સમાગમથી થતા રોગો : એઇડ્સ ,ગોનોરિયા ,સિફિલિસ






ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

આર્યકુળની ભાષા ગુજરાતી

માર્ચ 27, 2010 1 comment

માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .


પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ


સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

અહી ક્લિક કરો ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***


ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***

ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***

સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું

==લેખક .પ્રો .ડો .બી એમ .રાજપૂત

Categories: ગુજરાત ટૅગ્સ:, ,

મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :

માર્ચ 27, 2010 Leave a comment



મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :

  • મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભય ને
    વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે

સંબંધ ભય સંબંધ ભય
ઊંઘ હિપ્નોફોબિયા દુર્ઘટના ટ્રાઉમેટો ફોબિયા
અસફળતા કાકોરાફિયા ફોબિયા રાત્રી અચીલુઓ ફોબિયા
થાક કોપો ફોબિયા ધ્વની અકાઉસ્ટીકો ફોબિયા
કોઢ લેપ્રો ફોબિયા પીડા અલ્ગો ફોબિયા
ગાંડપણ મેનિયા ફોબિયા ઉંચાઈ અલ્ટો ફોબિયા
ગર્ભવતી માઈમુસીઓ ફોબિયા ધૂળ એમાથો ફોબિયા
ગંદકી માઈસો ફોબિયા સંગીત મ્યૂઝિક ફોબિયા
પગે ચાલવું બાસી ફોબિયા મૃત્યુ -મૃતદેહ નેક્રો ફોબિયા
ઊંડાઈ બૈથો ફોબિયા વાદળ નેફો ફોબિયા
ઠંડુ કાઈમાટો ફોબિયા બીમારી નોસેમાં ફોબિયા
રંગ ક્રોમેટો ફોબિયા રોગ નાસો ફોબિયા
સહવાસ કોશિનો ફોબિયા ગંધ ઓલ્ફેકટો
કુતરો માઈનો ફોબિયા વરસાદ ઓમ્બો ફોબિયા
ગતિ કાઈનેટિકો ફોબિયા વિદ્યુત ઇલેક્ટ્રો ફોબિયા
આંખ ઓમ્મેટો ફોબિયા કીડી-મકોડા એન્ટોમો ફોબિયા
સ્વપ્ન ઓમેએરો ફોબિયા એકાંત એરીમેટો ફોબિયા
સાપ ઓફિયો ફોબિયા સેક્સ ગેનો ફોબિયા
બાળક પેડી ફોબિયા મહિલા ગાઈનો ફોબિયા
ખાધ ફેગો ફોબિયા બોલવું હેલો ફોબિયા
દવા ફાર્મકો ફોબિયા સુખ હેડોનો ફોબિયા
ભય ફોબો ફોબિયા પાણી હાઈડ્રો ફોબિયા
પ્રાણી ઝુ ફોબિયા = = = = = =




ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

Categories: સામાન્ય જ્ઞાન ટૅગ્સ:,

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન

માર્ચ 27, 2010 1 comment

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન


વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ એટલે ” ઓલિમ્પિક રમતોત્સવ “.દુનિયામાં કોઈપણ ખેલ સ્પર્ધા ઓલિમ્પિકના પોતાના નવા નવા ખેલાડીઓ ઉત્પન્ન કરે છે અને દરેક રમત માં નવા નવા વિક્રમો દર ઓલિમ્પિકમાં ઉભા કરે છે ઓલિમ્પિક રમત નો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ .પૂર્વે ૭૭૬ થી ઈ.સ.૩૯૪ સુધીમાં ઝીયસ નામે દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી .ઈ.સ ૩૯૪ માં તે વખતના સમ્રાટ રાજા થિયોડોસીયાસે ઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો .આ પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે . આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે

ઓલિમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે .સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) – એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક રમતોત્સવમાં ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી .

:ઓલિમ્પિક ચાર્ટર :

ઓલિમ્પિક રમતોત્સવનો એક ચાર્ટર છે .આ ચાર્ટર માં ઓલિમ્પિકના હેતુઓ
આપેલા છે જે નીચે મુજબ છે


  1. રમતગમત માટેના જરૂરી એવા શારીરિક અને નૈતિક ગુણોનો વિકાસ કરવો.
  2. વિશ્વશાંતિ માટે રમતગમત ના માધ્યમ થી યુવાઓમાં પરસ્પર સદભાવના અને મિત્રતા વધારવી .
  3. સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના સિદ્ધાંતો નો પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય સદભાવ ઉભો કરવો

  4. વિશ્વના બધા ખેલાડીઓને દર ચાર વર્ષે એક સ્થાન પર એકત્રિત કરવા

    :ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :

વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી

(સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને

ફોરટિયાસ)

:ઓલિમ્પિક ધ્વજ :

ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ

બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ

એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં

આવે છે .આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં

વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . ઓલિમ્પિકના પાંચ

વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે અને પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય

સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે

:ઓલિમ્પિક ચીહ્ન :


પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :

પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે

:ઓલિમ્પિક ગીત :

૧૯ મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને સમાપન સમારોહમાં ગાવામાં આવે છે

:ઓલિમ્પિક જ્યોત :

‘ જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના

મંદિરમાંથી લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની

શરૂઆત થઇ હતી

:ઓલિમ્પિકનું શુભદાયક ચીહ્ન :
વર્ષ સ્થળ શુભદાયક ચીહ્ન (mascot )
૧૯૭૨ મ્યુનિચ વાલ્દી(કુતરો)
૧૯૭૬ મોન્ટ્રીયલ અમિક
૧૯૮૦ મોસ્કો મીશા (રીંછનું બચ્ચું )
૧૯૮૪ લોસ એન્જલસ સૈમ (બાજ)
૧૯૮૮ સેઉલ હોદોરી (વાઘનું બચ્ચું )
૧૯૯૨ બાર્સિલોના કોબી (કુતરો)
૧૯૯૬ એટલાન્ટા ઈજ્જા(માનું બાળક )
૨૦૦૦ સિડની ઓલી,મિલિ અને સિડ
૨૦૦૪ એથેન્સ ફેઓસ અને એથેના
:ઓલિમ્પિક રમતો :
તીરંદાજી (આર્ચરી ) ૧૫ જુડો
એથ્લેટિકસ ૧૬ શુટિંગ
બાસ્કેટબોલ ૧૭ સ્વિમિંગ
બોક્સિંગ ૧૮ ટેબલ ટેનીસ
કેનોઈંગ ૧૯ ટેનિસ
સાઈક્લિંગ ૨૦ વોલીબોલ
ઇક્વેસ્ટીરીયન સ્પોર્ટ ૨૧ વેઇટલિફ્ટિંગ
ફેન્સિંગ ૨૨ કુસ્તી
ફૂટબોલ ૨૩ યાચિંગ
૧૦ જીમ્નેસ્ટીક ૨૪ રોવિંગ
૧૧ હેન્ડબોલ ૨૫ બેઝબોલ
૧૨ બેડમિન્ટન ૨૬ સોફટબોલ
૧૩ હોકી ૨૭ ટઈક્વોન્ડો
૧૪ પેન્ટાથલોન ૨૮ ટ્રપથ્લોન

સ્ત્રીનું દર્શન

માર્ચ 26, 2010 1 comment



તમને કોઈ સ્ત્રીના રૂપરંગ આકર્ષે છે ,

કોઈમાં અજબ મોહિની દેખાય છે ,

કોઈમાં અતૃપ્ત લાલસાનું પ્રતિબિંબ નજર પડે છે ,

કોઈક વળી
અદમ્ય પિપાસા જગાવે છે , કોઈકનું રૂપ અરૂપ બનીને તમને જગાડે છે ,
કોઈકનો ધીમો મીઠો મંજુ અવાજ સ્પર્શી જાય છે , કે પછી

કોઈમાં આકર્ષણ ક્યા છે એ જણાતું નથી ,

અથવા આકર્ષ્યા વિના તે રેહતી નથી

પણ

પણ

પણ

કોઈ નારીમાં સુંદર કાવ્યપંક્તિના જેવી

અજબ ધ્વનિમય મધુરતા તમે જોઈ છે ?….. નહિ ?
ત્યારે તમારું સ્ત્રીનું દર્શન અપૂર્ણ હતું અથવા સ્ત્રીને જોવાની તમારી

પાસે દ્રષ્ટી નથી



ધૂમકેતુ = દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ:

વિશ્વમાં સૌપ્રથમ

માર્ચ 26, 2010 4 comments


જ્યોર્જ વોશિંગ્ટન


અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ

રોબર્ટ વોલપોલ

બ્રિટનના પ્રથમ વડાપ્રધાન

સુનયાત સેન

ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ

ચીન

વિશ્વનું પ્રથમ સામ્યવાદી રાષ્ટ્ર

અમેરિકા

વિશ્વમાં પ્રથમ સ્વતંત્ર થનાર રાષ્ટ્ર

મોહંમદ અલી ઝીણા

પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જરનલ

શ્રીમતી સિરિમાવો બંડારનાયક

વિશ્વની પ્રથમ મહિલા વડા પ્રધાન (શ્રીલંકા)

લીવરપુલ અને માન્ચેસ્ટર(યુ.કે)

વિશ્વની પ્રથમ રેલ્વે (૧૮૨૫)

એમંડસન(1928)

દક્ષીણ ધ્રુવ પર પહોચનાર પ્રથમ વ્યક્તિ

શેરપા તેનસિંગ

સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ ચઢનાર વ્યક્તિ

રોબર્ટ પિયરી

ઉત્તર ધ્રુવ પર પહોચનાર પ્રથમ વ્યક્તિ ૧૯૦૨

`નવાંગ ગોમ્બુ

માઉન્ટ એવરેસ્ટ બે વાર સર કરનાર વ્યક્તિ
(૧૯૬૩ અમેરિકા સાથે ) (અને ૧૯૬૫ ઇન્ડિયન સાથે )

જંકો તુબેઈ (જાપાન)

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા
મેં ૧૬/૧૮ , ૧૯૭૫ના દિવસે

સંતોષ યાદવ

માઉન્ટ એવરેસ્ટ બેવાર સર કરનાર પ્રથમ મહિલા
૧૯૯૨ અને ૧૯૯૩
માં

ફર્ડીનાંન્ડ મેગેલીન

પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ વ્યક્તિ

૧૪૮૦—-એપ્રિલ ૨૭ ,૧૫૨૧

મેરિયા એસ્ટેલા પેરો

” ઈજાબેલ પેરોન

વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
જુલાઈ ૧૯૭૪ થી માર્ચ ૨૪, ૧૯૭૬

ડો, ક્રિસ્ટીન જેમીન(ફ્રેંચ)

ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા
માર્ચ ૧ , ૨૦૦૯

ઉપયુક્ત માહિતી સંગ્રહિત હતી પણ વ્યક્તિઓના ફોટાઓ મેળવવામાં થોડો સમય જરૂર લાગ્યો..આશા છે આપને ગમશે

જ્ઞાન થી ખુદને રાખો નવીનત્તમ …સત્વરે મળીશું …..

આપણું શરીર ભાગ 3

માર્ચ 26, 2010 6 comments

  • ૩૦ વર્ષની વયે સ્વસ્થ ભારતીય પુરુષની ઊંચાઇ પ્રમાણે નીચે મુજબનું વજન હોવું જઈએ
ઊંચાઈ અને વજન – વર્ગીકરણ
ઊંચાઈ (સેમી.) વજન (કિલોગ્રામ ) ઊંચાઈ (સેમી.) વજન (કિલોગ્રામ )
૧૪૬ ૪૬.૬ ૧૬૮ ૫૯.૧
૧૪૮ ૪૭.૪ ૧૭૦ ૬૦.૬
૧૫૦ ૪૮.૩ ૧૭૨ ૬૨.૧
૧૫૨ ૪૯.૨ ૧૭૪ ૬૩.૭
૧૫૪ ૫૦.૩ ૧૭૬ ૬૫.૩
૧૫૬ ૫૧.૪ ૧૭૮ ૬૭.૦
૧૫૮ ૫૨.૫ ૧૮૦ ૬૮.૭
૧૬૦ ૫૩.૭ ૧૮૨ ૭૦.૪
૧૬૨ ૫૪.૯ ૧૮૪ ૭૨.૧
૧૬૪ ૫૬.૨ ૧૮૬ ૭૩.૮
૧૬૬ ૫૭.૬ ૧૮૮ ૭૫.૬
શરીરના અવયવોનો ભાર – વર્ગીકરણ
અવયવ વજન (ગ્રામમાં ) અવયવ વજન (ગ્રામમાં )
મુત્રપિંડ ૧૫૦ જમણું ફેફસું 460
બરોળ ૧૭૫ સ્રીનું મગજ ૧૨૭૫
સ્ત્રીનું હૃદય ૨૫૦ પુરુષનું મગજ ૧૪૦૦
પુરુષનું હૃદય ૩૦૦ યકૃત ૧૬૫૦
ડાબું ફેફસું ૪૦૦ – – – – – – –
જુદા જુદા વર્ગો માટે પ્રોટીનનું જરૂરી પ્રમાણ – વર્ગીકરણ
વર્ગ પ્રોટીનની જરૂરિયાત (ગ્રામ પ્રતિદિન )
વયસ્ક પુરુષ ૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર
વયસ્ક સ્ત્રી ૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર
ગર્ભવતી મહિલા ૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૧૦ ગ્રામ
સ્તનપાન કરાવતી મહિલા ૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૨૦ ગ્રામ
શિશુ અથવા નાનું બાળક ૧.૫ થી ૨.૩ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ વજન પર
નિશાળે જતા બાળકો ૨૨ થી ૪૦ ગ્રામ
યુવાન અને યુવતીઓ ૫૦ થી ૬૦ ગ્રામ

લોહીના પ્રકાર :–

* A (એ ), B (બી),O (ઓ),Rh +(આર.એચ .ઘન) ,Rh -(આર.એચ.ઋણ )
* O (ઓ) ગ્રુપ —સર્વદાતા
* AB (એબી)ગ્રુપ — સર્વવાહી

શરીરમાં મુત્ર :- – વર્ગીકરણ
૨૪ કલાકમાં મૂત્રનું પ્રમાણ ૧૦૦૦ થી ૧૫૦૦ મિલિલિટર
વિશિષ્ટ ઘનતા ૧.૦૧૨ થી ૧.૦૨૦
ph મુલ્ય ૫.૫ થી ૮
લોહીના લક્ષણો :- – વર્ગીકરણ
શરીરમાં લોહીનું પ્રમાણ વજનના ૭ ટકા
વિશિષ્ટ ઘનતા ૧.૦૫૦ થી ૧.૦૬૦
કણોનું પ્રમાણ ૪૨ થી ૪૫ ટકા
રક્તકણોની સંખ્યા ૧ ઘન મિમી.માં ૫૦ લાખ
શ્વેતકણોની સંખ્યા ૫૦૦૦ થી વધારે ૧ ઘન મિમી માં
* હિમોગ્લોબીન પુરુષ : ૧૫ ગ્રામ સ્ત્રી :૧૪.૩ ગ્રામ
આહારની દૈનિક આવશ્યકતા – વર્ગીકરણ
આવશ્યકતા પુખ્તવયના માટે આવશ્યકતા પુખ્તવયના માટે
કાર્બોહાઈડ્રેટ ૫૦૦ ગ્રામ ચરબી ૫૦ ગ્રામ
પ્રોટીન ૧૦૦ ગ્રામ વિટામીન એ ૨ મિલિગ્રામ
વિટામીન બી ૧ ૨ મિલિગ્રામ વિટામીન બી ૨ ૨ મિલિગ્રામ
વિટામીન બી૬ ૧ મિલિગ્રામ વિટામીન બી૧૨ ૩ માઈક્રોગ્રામ
* ફોલિક એસીડ ૧ મિગ્રામ * પેન્ટોથીનિક એસીડ ૫ મિગ્રામ
વિટામીન સી ૫૦ મિગ્રામ વિટામીન ડી ૨ મિગ્રામ
ફોસ્ફરસ ૧.૫ ગ્રામ ગંધકનો એસીડ ૨.૫ ગ્રામ
કેલ્શિયમ ૭૦૦ ગ્રામ સોડિયમ ૫ ગ્રામ
પોટેશિયમ ૩ ગ્રામ ક્લોરીન ૮ ગ્રામ
આયર્ન ૧૪ ગ્રામ તાંબુ ૨ ગ્રામ
પાણી ૨.૫ લિટર = = = =


ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,