Archive

Posts Tagged ‘marriage’

લગ્ન ..ધૂમકેતુ –“રજકણ “

ફેબ્રુવારી 5, 2010 2 comments

લગ્ન ..

એ ધાર્મિક કરાર કરતા પણ કાંઈક વધુ છે
એ એક વ્યક્તિ , જાણે, બીજી વ્યક્તિને ઓળખી કાઢે છે ને પછી
તો એના વિના જીવનયાત્રા નિભાવી ન શકે એવી આ વિરલ અવસ્થા છે
એ વિરલ છે,માટે અશક્ય પણ નથી, અને અસંગત પણ નથી
કોઈ પણ હેતુ માટે પરણવું એને હું સુધરેલી બજારવૃત્તિ માનું;
કેટલીક સ્ત્રીઓ —ખાસ કરીને શ્રીમંત કુટુંબ માં જવાનો મોહ રાખનારી —પરણે છે,
મોટર માં બેસવા મળે તે માટે.
કુટુંબના જુનવાણી સંબંધો તાજા કરવા ઘણા પરણે છે .
કેટલાક પૈસાને પરણે છે .વિધા પ્રત્યેના માનથી પણ લગ્ન થાય છે .
ઉગતી જુવાનીમાં સમજણ ન હોવાથી દેહનું આકર્ષણ પણ ઘણો મોટો ભાગ ભજવે છે ,
આ સઘળાં લગ્ન બજારુ છે .
પ્રેમ —જો જીવનના કોઈપણ ખૂણામાં બેઠો હોય તો —-પ્રેમ એ એક જ —લગ્નનો હેતુ હોઈ શકે

ધૂમકેતુ –“રજકણ “


Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ: