મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > વિદ્યા વાંઝણી રેહશે

વિદ્યા વાંઝણી રેહશે

 

ભણવું એ તો જીવનમાં સંસ્કાર પૂરવા માટે છે,

પુરુષો જેવી રીતે ભણવાગણવાનો ઉપયોગ

સારી નોકરીની શોધ  માટે કરે છે.

લગભગ તેવો જ બજારુ ઉપયોગ

જો સ્ત્રીઓ પણ પોતાની વિદ્યાનો કરશે તો

વિદ્યા પર કલંક ચડશે ને વિદ્યા વાંઝણી રેહશે  .

ધૂમકેતુ ={વાર્તા :બિંદુ (મલ્લિકા) માંથી }

  1. માર્ચ 3, 2011 પર 5:25 પી એમ(pm)

    કુવારી બિંદુ નામની વાર્તા નાયિકા નમાયા દીકરાઓના પિતા કાન્તિલાલ જે ક્લાર્ક તરીકે કાર્યરત છે તેઓની સ્થિતિ સારી નથી બિંદુ માત્ર દીકરાઓની માતૃતૃષા છીપવા લગ્ન કરવા આતુર બને છે અને બિંદુના માતા જયારે કહે છે કે : બિંદુ તને અમે ભણાવીગણાવી શું આવું દારુણ જીવન જીવવા..?? ત્યારે બિંદુ ઉપરના વાક્યો કહે છે …

  2. માર્ચ 3, 2011 પર 8:00 પી એમ(pm)

    દુર્ભાગ્યે આ કોઇ “જોશીજી”ની સાચી ઠરેલી ભવિષ્યવાણી નથી લાગતી ?

    જો કે હવે સમય અને સંજોગ અનુસાર કોઇનો વાંક પણ શું કાઢવો, હવે તો ભણવાનો એકમાત્ર આશય જ સારી નોકરી મળે તે રહી ગયો છે ! ’ધૂમકેતુ’ના મનમાં એક આદર્શ કલ્પના રચાઇ હશે જે હવે માત્ર કલ્પના જ રહી ગઇ છે પરંતુ આપે તે ફરી યાદ કરાવી તે બહુ સારું કર્યું. આભાર.

    • માર્ચ 4, 2011 પર 5:57 પી એમ(pm)

      અશોકભાઈ આપનો ખુબ ખુબ આભાર ..મેં ઊંડાણ પૂર્વક વિચાર કર્યો હતો પછી જ રચના મૂકી છે ધૂમકેતુ સાહેબ સાચા છે ..પણ તે ચર્ચાનો વિષય છે , જો હું ચર્ચા સ્વરૂપે મુકીશ તો અવશ્ય આપણે આમંત્રણ આપીશ ..આભાર

  3. માર્ચ 3, 2011 પર 11:54 પી એમ(pm)

    સ્ત્રી ના ભણતર વિષે નાં વિચારો આજ ના યુગ ને સુસંગત બેસતા નથી ,
    પણ લેખક કલ્પના કોઈ પણ કરી શકે છે, ભણતર અને કલ્પના નો સબધ
    મેળ ખાતો નથી , પન્નાલાલ પટેલ કયો બહુ ભણ્યા હતા ? છતો કલ્પનાઓ
    બહુ જ સારી અને જોરદાર છે

    • માર્ચ 4, 2011 પર 5:53 પી એમ(pm)

      પ્રહેલાદ ભાઈ આપના આગમન અને ટીપ્પણી બદલ ખુબ ખુબ આભાર ..પરંતુ આપ કંઈક ચુક્યા છો ..આ વાર્તા શ્રી ગૌરીશંકર જોશી(ધૂમકેતુ ) સાહેબે લખી હતી રચનાના અંતમાં તેમનું નામ પણ લખેલ છે ,અને તેમનું ભણતર બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ , આ એક વાર્તા નાયિકાના માર્તૃત્વના એક પ્રકારનું નિરૂપણ છે , સત્ય એની જગ્યાએ અચલ છે ..

  4. માર્ચ 18, 2011 પર 3:50 પી એમ(pm)

    શ્રીમાન. ધવલભાઈ

    ભલે કેટલાક માણસો એમ કહેતા હોય કે ભણવાનો આશય માત્ર નોકરી માટે છે,

    દરેક માટે આ બાબત સાચી ન હોય શકે,

    ભણતર અને ગણતરના સંસ્કારો કેટલીકવાર પેઢી-દરપેઢી ચાલી આવે છે,

    કે તેમના પરિવારમાં ભણતર એજ સર્વસ્વ છે, જે સત્ય બાબત છે.

    જે ધૂમકેતુ સાહેબની આ વાર્તાનો હાર્દ છે, એવું હું સમજુ છું.

    લિ.કિશોરભાઈ પટેલ

  1. No trackbacks yet.

Leave a comment