Archive

Archive for એપ્રિલ, 2011

મહાન ?

એપ્રિલ 18, 2011 3 comments

અંતકરણને કેળવણી આપ્યા વિના

કોઈ પણ મનુષ્ય મહાન બની શકતો નથી .

મહાન બનવું અને મહાન દેખાવું

એ બંને વચ્ચે જીવન અને મૃત્યુ જેટલો તફાવત છે.

મહત્વકાંક્ષા એ દોષ નથી ;

મહત્વકાંક્ષા છુપાવી તે દોષ છે 

धुमकेतू=

Advertisements

ફૂલોનું શોકગીત

એપ્રિલ 15, 2011 Leave a comment

ફૂલોનું શોકગીત રજનીરાણી ઘણી વખત ગાય છે :
ને સવારે તેના આંસુ હરિયાળા મેદાનમાં મોતી જેવા ચળકે છે :
ફૂલોનું રુદનગીત તમે સાભળ્યું છે ? નહિ ? જુઓ આ રહ્યું તે શોકગીત :

કેટલી સુંદર એ નિંદ્રા હતી !

માતા ધરતીનો અમૃતરસભર્યો ખોળો અમને હુંફ આપી રહ્યો હતો .પરમશાંતિના પ્રદેશમાં -સ્વપ્નભૂમિ જેવી શાંતભૂમિમાં અમે આનંદમગ્ન હતા બહાર આવવાની અમને તમન્ના ન હતી. કાંઈ નવું નિહાળવાની ઈચ્છા પણ ન હતી.
અમને પૂર્ણ આનંદ હતો . પણ પેલા માળીએ જલસીંચન કરી અમને જાગૃત કર્યાં.
સોનેરી રૂપેરી કિરણોનો ઝભ્ભો ઓઢીને સૂર્યે અમોને ઢંઢોળ્યા.
જલદેવીએ નેત્રમાં જાદુ આંજ્યાં.મારુતે ધીમે સ્પર્શ કરી પ્રેમની પગદંડી રચી:અને અમોને અમોલા વસ્ત્રશણગાર સજાવી પૃથ્વી માતાએ બહાર મોકલ્યા .

`ત્યાં સુધી ઠીક હતું .અમે દુનિયા જોતાં,પક્ષીનાં ગાન સાંભળતા,
મનોહર પતંગિયાની ઘડીભર મૈત્રી કરતા, ક્યારેક ભમરાના ગુંજારવનું અનુરણન કરતા,

મધમાખીનો એકાદ ડંખ પણ સહી લેતાં.

`પરંતુ એક દિવસ માળીએ અમને સૌને ચૂંટીને માળામાં ગુંથી લીધા.
મંદ સ્મિત કરી ચંદ્ર કિરણો સાથે મૈત્રી સાધી,અમે એ દુખ પણ વિસરી દીધું .
પણ હાય રે ! -રજનીરાણીએ આંખો મીંચી ન મીંચી
અને અમને ફૂલોને —માતા પૃથ્વીની સુગંધને

પેલી નફફટ વેશ્યાની મદભરી જુવાની સાથે રમવાનું ભાગ્ય પ્રાપ્ત થયું ;
એકાદ લોહીતરસ્યા રાજવીના કંઠને શણગારવાનું મળ્યું ;

રખડેલ લંપટ જુવાનના હાથમાં ઝીલાઇને મદિરાના છંટકાવ સાથે ઈશ્કની મસ્તીમાં રગદોળાવાનું નસીબ ફળ્યું !


`સ્ટેશન માસ્તરના માનપત્રમાં ,પોસ્ટ માસ્તરની મિજબાનીમાં ,મોટાઓની પાર્ટીમાં , ને રંડીનાં મુજરામાં –અમને ફૂલોને એમાંથી બચાઓ ! જંગલમાં મોકલો કે પૃથ્વીમાં પાછાં દફનાવો . પણ તમારા માનવ અમોને બગીચામાંથી દેશવટો આપો .

`રે ! માળી ! ભાઈ ! તે જલસીંચન કરી અમને જાગૃત ન કર્યાં હોત !
અમને ત્યાં ધરતીના અંતરમાં કેવી સુખરૂપ નિંદ્રા આવી ગઈ હતી .

`અથવા તો અમને જંગલમાં અકસ્માતે ખીલવા અને અકસ્માતે ખરવા દીધા હોત ! ‘
`અમને ફૂલોને એ સદભાગ્ય ફળે અથવા દેશવટો મળે ‘
`અમને ફૂલોને–તમારા માનવ બગીચામાંથી પાછાં
પૃથ્વીના અંતરમાં જવાનું સદભાગ્ય મળે


અથવાએકાદ `ગોરી ગોરી ‘ રાધા કે કૃષ્ણના હૃદયનો આશ્રય મળે કે
એકાકી યોગીન્દ્ર શંકરના મસ્તક પર ચંદ્ર કિરણમાં બેસી પેલી ભસ્મનો સ્પર્શ કરવા મળે
કે કોઈ માનવેન્દ્રનો શરીર શ્રુંગાર રચવાનું મળે .’


ધૂમકેતુ =

સાહિત્ય

એપ્રિલ 7, 2011 2 comments

વરસાદનું બિંદુ પડ્યા ભેગું મોટી થતું નથી,

તેમ વિચાર આવતાની સાથે મુલ્યવાન હોતો નથી.

હદયગુહામાં,એકાંત ચિંતન વડે શુદ્ધ થયા પછી અને

અનુભવથી વિંધાયા પછી તેનામાં મુલ્ય આવે છે.

શાંતિ અને તપથી જેમ સ્ત્રી વીર બાળકને સાચવે છે,

અને એના જન્મની સાથે જ નવું જીવન નવો યુગ શરૂ થાય છે,

તેમ ..!! જે વિચાર ખુબ સચવાય,ખુબ પોષાય, ખુબ પકવ થાય તે

જન્મ લેતાંની સાથે નવું પરિવર્તન,નવો યુગ સ્થાપે.

આવા વિચાર એટલે સાહિત્ય

રજકણ “ધૂમકેતુ”