Archive

Archive for નવેમ્બર, 2009

ધૂમકેતુ 19

નવેમ્બર 19, 2009 2 comments

ઠંડી બનતી રાત્રીમાં ફૂલો ધીમે થી વાત કરી રહ્યા હતા
‘આપણને પણ એ ભાગ્ય મળે ,!!
જે આપના મિત્રોને કાલે મળ્યું ,
વિલાસવતીના મત્ત સુગંધી દેહ ઉપર શ્રુંગારરૂપે રેહવા કરતા ,
એકાકી,સ્વજનથી દુર એવા થાક્યાપાક્યા મુસફિરની ચરણરજમાં આળોટવાનું,
અથવા ઘડીભર ભોગવીને ફેંકી દેવાની રાજકંઠમાં શોભતી માળામાં ગૂંથાવા કરતા ,
કોઈ નિર્દોષ મૃતબાલિકાના દેહ પર સુગંધી પાથરવાનું :


 


જે બીજાને ઓળખે છે તે ડાહ્યો છે ; પણ જે પોતાને ઓળખે છે તે પ્રજ્ઞ છે .
જે બીજા પર વિજય મેળવે છે તે બળવાન છે ;
જે જાત પર વિજય મેળવે છે તે સમર્થ છે .
જેણે સંતોષ જાણ્યો છે તેને વૈભવ જાણ્યો છે .


 


જવંત પ્રદાર્થ મૃદુ અને નાજુક હોય છે
મરણ પામે ત્યારે કઠણ અને કર્કશ બને છે
પશુઓનું પણ એવું છે.
સઘળી જીવંત ક્રિયાનું એ પ્રમાણે છે.
સરકારી રાજતંત્ર કે કોઈપણ તંત્ર કર્કશ ને કઠણ લાગે ત્યારે
એ ખરી રીતે મૃત્યુ તરફ ઘસી રહ્યું હોય છે –મૃત્યુ પામેલ હોય છે.
જીવનની નિશાની તો મૃદુતા છે


===ધૂમકેતુ ===રજકણ માંથી

Advertisements

ધૂમકેતુ 18

નવેમ્બર 19, 2009 Leave a comment

<===યમરાજા (જમરાજા)===>


મેં મૃત્યુ મોકલ્યું જ નથી , મારે ત્યાં મૃત્યુ છે પણ નહિ
જમરાજા ??
એતો તમારી કલ્પના માત્ર છે ,
`ત્યારે ? ‘
`તમારે ત્યાં જે જુલમ છે ,તેને જમની કલ્પના કરાવી
એને જ મૃત્યુ નું નામ ફેલાવ્યું .
`જમ થી ડરવાનું છોડી દો.
તમારે ત્યાં જે જુલમ હોય ,જે જુલ્મી હોય .
એને રફે -દફે કરો .એજ જમ છે
અમારે ત્યાં કોઈ જમ નથી ‘


<===લક્ષ્મી===>


ઘણા મનુષ્યો ને લક્ષ્મીનો મોહ હોય છે :
એનો પ્રેમ બહુ થોડાને હોય છે
લક્ષ્મી ઉપભોગનું જ સાધન છે એવી માન્યતા ઘણાની છે
એનો ઉપયોગ પણ હોય શકે એ માન્યતા બહુ થોડાની છે

 

<===સ્થિતિ===>ભૂતકાળ ના વૈભવ પર રાચવાની,
અને વ્યાજ પર નભવાની,
આ બંને સ્થિતિ હણી નાખે છે
પહેલી પ્રજાને ,બીજી વ્યક્તિને

ધૂમકેતુ (રજકણ માંથી )

રજકણ ૧૫

નવેમ્બર 19, 2009 Leave a comment

સંપૂર્ણતા

જ્યારે અવસ્થા મનુષ્યના વિચાર ને
અને ચારિત્રને સંપૂર્ણતા આપે છે
ત્યારે મનુષ્ય વૃદ્ધ હોય તો પણ તેનામાં
અમુક વિશિષ્ટ પ્રકારનું સોંદર્ય આવે છે
કેટલાક જેમ વૃદ્ધ થાય તેમ વધુ સુંદર લાગે છે
યુંવાવાસ્થાનું સોંદર્ય ઘડીભર મુગ્ધ કરે છે
પણ વૃદ્ધાવસ્થાનું સોંદર્ય તો કોઈ
ચિરંતર છાપ મૂકી જાય છે


અસામાન્ય


વેર લેવું તે સામાન્ય બાબત છે
વેર ન લેવું તે પણ સામાન્ય બાબત છે
વેરનું કારણ શોધવું અને તેનો ઉપાય કરી બતાવો
એ અસામાન્ય બાબત છે


સહવાસ


જે સહવાસથી પરિચય સંધાતો નથી
તે સહવાસ ગમે તેટલો લાંબો વખત ચાલે
તે પણ તેને અર્થહીન જ ગણવો જોઈએ
ઘણા લગ્નજીવન અર્થહીન જ હોય છે


સવર્ગ


પ્રિયા ,પત્ની અને માતા
એ ત્રણે કોઈ એક નારી માં મળે છે
ત્યારે કવિજનોએ તો સવર્ગ ને પણ તુચ્છ ગણ્યું છે
અને પૃથ્વી ને મહાન ગણી છે

ધૂમકેતુ “રજકણ ” માંથી

રજકણ ૧૪

નવેમ્બર 19, 2009 Leave a comment

ઉદારતા ?


ઉદારતા ? જે માણસને જે વિષય માં રસ ના હોય
તેમાંથી તે વિનીતભાવે ખસી જાય તે .
રાષ્ટ્રીય જીવનમાં તો એના જેવી મોટી
બીજી કોઈ ઉદારતા નથી


 

યૌવન


જ્યાં સુધી યૌવન છે ત્યાં સુધી જ જીવન છે . યૌવન એટલે પોતાના વિકાસ માટે
નિત્યનો જાગૃત અસંતોષ
આ અસંતોષ વ્યાકુળતા જાણે નહિ
આરામ ને ઓળખે નહિ ,
એક ક્ષણની ઊર્મિને વશ કરવાની તાલીમ મેળવવા માટે
વર્ષો ના વર્ષોનું જીવનબળ કેળવવું પડે


 

ચોક્કસ છે


આટલું તો ચોક્કસ છે : જીવન દેખાય છે એટલું જ હોય તો
આ સઘળી ભયંકર અને ક્રૂર મશ્કરી છે


 

રચનાર


જેમ સારો કારીગર ખરબચડા પદાર્થોમાંથી મનોરમ સ્વરૂપ સરજાવે છે
તેમ સાચો સાહિત્યકાર
ખરબચડા જીવનમાંથી સુંદરમાં સુંદર પ્રસંગો સરજાવીને
દુનિયા છે તેના કરતા પણ વધારે ભવ્ય બનાવે છે


ધૂમકેતુ રજકણ માંથી

નવેમ્બર 19, 2009 Leave a comment

આનંદ


પોતાને મળેલી કે પ્રાપ્ત કરેલી
શક્તિનો સારામાં સારો ઉપયોગ કરવો
એ મનુષ્ય જીવન માટે ઊંચામાં ઉંચો આનંદ છે


 

તાલીમ


દુર્ગુણના પડછાયા માંથી પ્રસાર થયેલો મનુષ્ય
ક્યારેક હંમેશ ને માટે ચરિત્રબળ ધરાવતો થઇ જાય છે
જાણે એટલી તાલીમ થી તેનામાં હૃદય બળ જન્મે છે


 

જીવન


સાહિત્ય એ તો જીવનનો પડછાયો માત્ર જ છે
જીવન તો એના કરતા ઘણું વધારે
મહાન હોવું જોઈએ


 

વિજયગાથા


વિજયગાથા એટલે પરાક્રમ કે યશોગાન નહિ
અને જીત મેળવનાર પ્રશસા પણ નહિ
અણનમ રહેલી એકાંકી શક્તિનું સ્તવન
એનું નામ વિજય ગાથા


ધૂમકેતુ રજકણ માંથી

રજકણ ૧૨

નવેમ્બર 19, 2009 Leave a comment

સાધુતા

 

જગત જેને માન આપે છે તેની પહેલા મશ્કરી કરે છે
જગતની મશ્કરી સહન કરવા છતાંય
કુમાશ નહિ ગુમાવનાર શક્તિનું નામ સાધુતા


મૃત્યુ

 

હજારો સામાન્ય માણસો જે વ્યવહાર કરે છે તે તેવી જ રીતે કરવો .તેનું નામ મૃત્યુ
કારણ કે ..
તેમાં વ્યક્તિત્વ નો વિચાર નથી
અને સમષ્ટિ માટે ફના થઇ જવાની તમન્ના નથી
એમાં વિચારહીન યાંત્રિક ગતિ છે
એટલેજ એનું નામ મૃત્યુ


ક્રોધ

 

ક્રોધ એટલે ? અશક્તિ નો મોટે થી કરેલો સ્વીકાર
એ સિવાય એનો બીજો કોઈ અર્થ નથી


શ્રદ્ધા

 

હૃદય ના અતળ ઊંડાણ માંથી જન્મતી શ્રદ્ધા એણે હજારો બુધ્ધીવાદીઓને ધૂળ ચાટતા કર્યાં છે
પણ ખરી મુશ્કેલી અંધશ્રદ્ધા ,શ્રદ્ધા અને અશ્રદ્ધા
એ ત્રણે વચ્ચે દોરાયેલી સોનેરી- રૂપેરી રેખા
શોધી કાઢવામાં રહી છે


નિર્માલ્ય

 

કોઈપણ વિષય માં જ્યારે મનુષ્યો સિધ્ધાંત ને બદલે સગવડતા શોધે છે
ત્યારે તે વિષય સડી ગયેલા ધાન્ય જેવો
નિર્માલ્ય બની જાય છે


ધૂમકેતુ (રજકણ માંથી )