અનુભવગમ્ય

www.loogix.com. Animated gif

અત્યંત રસીલી દૂધચાંદની ક્યારેક નિહાળું છું,

ત્યારે મને તો નર્મદાનો કિનારો,

આરસના પહાડો,

વહેતા પાણી અને ગંભીર ગહન ઉભેલા

દેવદારના જંગલો યાદ આવે છે !

કોઈ અત્યંત વિલાસવતી મદભર નારી જાણે

પોતાનો પાલવ છૂટી રીતે પથારી દીધો હોય,

એવી આ રસળતી પડેલી ચાંદની જોઇને

મને તો થાય છે કે અરે ! આ ચાંદની

કોઈ દિવસ `છીપ જાતી`ન હોય અને એમાં ફરતા,

ફરવાનો પણ અંત ન હોય

ધૂમકેતુ (રજકણ માંથી )

  1. માર્ચ 7, 2011 પર 11:45 એ એમ (am)

    કુદરતનું સોંદર્ય અદભૂત ને મનોહર છે . એવો રસાસ્વાદ મળે છે કે જાણે એ અનુભવ માંથી બહાર આવવાની જરાય ઈચ્છા નથી અને જે આ કુદરતી સોંદર્ય નો અનુભવ કરી શકે છે તેના દ્વારા જ રચાય છે .” અનુભવગમ્ય”

  2. pragnaju
    માર્ચ 7, 2011 પર 12:15 પી એમ(pm)

    નૉસ્ટેલજીક કસક થાય છે
    નત મસ્તકે ભીની આંખે
    નમઃ પ્રણત પાલિન્યે પ્રણતાર્તિ વિનાશિની
    પાહિનો, દેવિ દુષ્પ્રેક્ષે શરણાગત વત્સતે.
    યતો દદાસિ નૌ નર્મ ચક્ષુષાં ત્વં વિપશ્યતાં,
    તતા ભવિષ્યસે દેવિ વિખયાતા ભૂવિ નર્મદા.

  3. માર્ચ 7, 2011 પર 1:03 પી એમ(pm)

    અરે ધવલભાઈ

    આ બહાને આપણે દરરોજ મળવાનું થતુ હોય તો કેવું સારૂ……..!

    મને તો થાય છે કે અરે ! આ ચાંદની…………..!

    અરે આ ચાંદની અને આ રોશની દરરોજ મળતા હોય તો કેવું સારૂ………..!

    કિશોરભાઈ

  1. No trackbacks yet.

Leave a comment