Archive

Archive for the ‘ગુજરાત’ Category

આર્યકુળની ભાષા ગુજરાતી

માર્ચ 27, 2010 1 comment

માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .


પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ


સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

અહી ક્લિક કરો ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***


ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***

ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***

સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું

==લેખક .પ્રો .ડો .બી એમ .રાજપૂત

Categories: ગુજરાત ટૅગ્સ:, ,

આ ગુજરાત છે

જુલાઇ 20, 2009 1 comment

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

રોહિત શાહ

લટથી…

Categories: ગુજરાત

જય જય ગરવી ગુજરાત

જુલાઇ 20, 2009 Leave a comment


જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

Categories: ગુજરાત