Archive

Archive for માર્ચ, 2011

અનુભવગમ્ય

માર્ચ 7, 2011 3 comments
www.loogix.com. Animated gif

અત્યંત રસીલી દૂધચાંદની ક્યારેક નિહાળું છું,

ત્યારે મને તો નર્મદાનો કિનારો,

આરસના પહાડો,

વહેતા પાણી અને ગંભીર ગહન ઉભેલા

દેવદારના જંગલો યાદ આવે છે !

કોઈ અત્યંત વિલાસવતી મદભર નારી જાણે

પોતાનો પાલવ છૂટી રીતે પથારી દીધો હોય,

એવી આ રસળતી પડેલી ચાંદની જોઇને

મને તો થાય છે કે અરે ! આ ચાંદની

કોઈ દિવસ `છીપ જાતી`ન હોય અને એમાં ફરતા,

ફરવાનો પણ અંત ન હોય

ધૂમકેતુ (રજકણ માંથી )

વિદ્યા વાંઝણી રેહશે

માર્ચ 3, 2011 6 comments

 

ભણવું એ તો જીવનમાં સંસ્કાર પૂરવા માટે છે,

પુરુષો જેવી રીતે ભણવાગણવાનો ઉપયોગ

સારી નોકરીની શોધ  માટે કરે છે.

લગભગ તેવો જ બજારુ ઉપયોગ

જો સ્ત્રીઓ પણ પોતાની વિદ્યાનો કરશે તો

વિદ્યા પર કલંક ચડશે ને વિદ્યા વાંઝણી રેહશે  .

ધૂમકેતુ ={વાર્તા :બિંદુ (મલ્લિકા) માંથી }

પરિવર્તન

માર્ચ 1, 2011 2 comments

https://i0.wp.com/4.bp.blogspot.com/_QdKziP6th08/S-k7xYIvLbI/AAAAAAAAAAk/RCqobDO_wv8/S240/n111543195551671_9885.jpg

૮૦ ટકા ખેડૂત-મજુરને લુંટવા માટે,


વકીલો ડોકટરો કે ભણેલાઓ વ્યવસ્થિત ટોળી બાંધે તે


બહુમતી પ્રજાજીવન કે રાજકીય જીવનનો વિકાસ નથી .


એ માત્ર ચાતુરી ભરેલી લુંટ જ છે :


એનો બદલો ભયંકર પરિવર્તનમાં જ આવે છે .


એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે .


અને થાય છે ત્યારે ચોવીસ કલાકમાં થાય છે .


ત્યારે એને કોઈપણ જાતની મર્યાદા રેહતી નથી.

ધૂમકેતુ …