Archive

Archive for ફેબ્રુવારી, 2011

સ્વર્ગ ?

ફેબ્રુવારી 26, 2011 1 comment

મુર્ખાઓ ! તમને કોણે કહ્યું કે સંસાર કરતા સ્વર્ગ વધારે સોહામણું છે ?

સ્વર્ગમાં પરિશ્રમ અને પ્રયત્ન ક્યાં છે ?

સ્વર્ગમાં વેદનાને કોણ જાણે છે ?

હા એટલું ખરું ,

સંસાર માંથી પ્રયત્ન, પરિશ્રમ, અને વેદના લઇ લઈએ તો

સંસાર સ્વર્ગ જેવો બને ખરો –

વિવિધતા વિનાનો, એકધારો, આળસુ, ને વ્યાજ ઉપર જીવનારો

જનનીભાવ

ફેબ્રુવારી 21, 2011 2 comments

www.loogix.com. Animated gif

કોઈપણ નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ

એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ.

રખડું, લફંગા, ઠગ, ચોર, ખૂની, શઠ, ઘરવિનાનાં, ભિખારી –

સૌના અંતરમાં એક અવિચલ શ્રદ્ધા નથી કે ,

તેઓ ગમે તેટલા રખડતા હોય ને ગમે તેવા દુષ્ટ હોય ,

પણ ગમે તે પ્રદેશના ગમે તે એકલદોકલ ઝાડ નીચે ,

કોઈપણ અજાણી નારી એમને બે ઘડી માટે જનની ભાવથી છાઈ દેશે?

આ મહાન આશા વિના તો કોઈપણ માણસ કાંઈપણ

સાહસ કરી શકે ખરો ?

બોલ્શેવીઝમ ?

ફેબ્રુવારી 20, 2011 6 comments

હાઈલાઈટ કરેલા વાક્યો પર કર્સર રાખશો તો શબ્દનો અર્થ સમજાશે ..આભાર

બે મારવાડી બાઈઓ ભર્યું ગાડું જોતરે છે;


અને એક શેઠાણી મોટર હાંકવાનો પ્રયત્ન કરતી હોય છે .


જેને દ્રષ્ટિ હોય તે જોઈ લે કે બોલ્શેવીઝમ


અથવા કોઈ પણ ‘ઈઝમ ‘ ના બીજ અહી પોષાય છે.


એક જીવન જીવવા શરીર નીચોવી નાખે છે , બીજી


વખત ગાળવા જીવન નીચોવી નાખે છે .


ધૂમકેતુ =