Archive

Archive for ફેબ્રુવારી, 2010

આપણું શરીર ભાગ ૨

ફેબ્રુવારી 15, 2010 1 comment

શરીરના ઉપાંગો :

  • એક : કપાળ,ડોક, દુંટી ,નાક ,પીઠ, માથું અને હડપચી


  • બે   : અંડાશય કે વૃષણ ,એક યકૃત ,એક ફેફસું ,એક બરોળ ,એક નાડી,એક શ્વાસનળી ,એક હૃદય , બે કોશ,  છાતી ,ચાર રજ્જુ ,છ કૃર્મ કે પગના હાડકા ,સાત આશય ,સાત કલા નામની અંત:સ્થ ચામડી ,સાત ચામડી ,સાત સેવની , નવ છિદ્રો

    ,બાર જાળ ,પંદર હાડકા ,મળવાના ઠેકાણા ,સોળ મુખ્ય શીરા ,અઢાર સીમંત ,વીસ

    આંગળી ,૨૪ ધમની , ૧૦૭ મર્મસ્થાન ,૨૧૦ હાડકાના સાંધા ,૩૦૦ હાડકા ,૫૦૦ પેશીઓ

    ,૭૦૦ શીરા ,૯૦૦ સ્નાયુઓ

શરીરના તત્વો :

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

કાર્બન

૪૮.૪૩

ફોસ્ફરસ

૧.૫૮

પ્રાણવાયુ

૨૩.૭૦

સોડિયમ

૦.૬૫

નાઈટ્રોજન

૧૨.૮૫

પોટેશિયમ

૦.૫૫

હાઈડ્રોજન

૬.૬૦

ક્લોરીન

૦.૪૫

સલ્ફર

૧.૬૦

મેગ્નેશિયમ

૦.૧૦


* ઉપરની ગણતરી પાણીનો ભાગ બાદ કરીને કરેલી છે
* પાણી સહીત સમગ્ર શરીરમાં તત્વોનું પ્રમાણ નીચે મુજબ છે

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

ઓક્સીજન

૬૦

ક્લોરીન

૦.૧૬

કાર્બન

૨૦.૨૦

સલ્ફર

૦.૧૪

હાઈડ્રોજન

૧૦

પોટેશિયમ

૦.૧૧

નાઈટ્રોજન

૨.૫

સોડિયમ

૦.૧૦

કેલ્શિયમ

૨.૫

મેગ્નેશિયમ

૦.૦૭

ફોસ્ફરસ

૧.૧૪

આયર્ન

૦.૦૧

નાડીના ધબકારા નું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે ધબકારાની સંખ્યા

જન્મ વખતે

૧૩૦ થી ૧૪૦

પ્રથમ વર્ષે

૧૧૫ થી ૧૩૦

બીજા વર્ષે

૧૦૦ થી ૧૧૫

ત્રીજા વર્ષે

૯૫ થી ૧૦૫

૭ થી ૧૪ વર્ષ

૮૦ થી ૯૦

૧૪ થી ૨૧ વર્ષ

૭૫ થી ૮૫

૨૧ થી ૬૦ વર્ષ

૭૦ થી ૭૫

૬૦ વર્ષ અને તેની ઉપર

૭૫ થી ૮૫

ઊંઘનું પ્રમાણ – વર્ગીકરણ

ઉંમર

ઊંઘના કલાક

પહેલો મહિનો

૨૨

૧ થી ૩ મહિના

૨૦

૩ થી ૬ મહિના

૧૮ થી ૧૬

૬ થી ૧૨ મહિના

૧૬ થી ૧૪

૧ થી ૩ વર્ષ

૧૨ થી ૧૪

૩ થી ૪ વર્ષ

૧૩ થી ૧૧

૪ થી ૫

૧૨ થી ૧૧

૫ થી ૬

૧૨ થી ૧૧

૬ થી ૧૦ વર્ષ

૧૨ થી ૧૦

૧૦ થી ૧૫ વર્ષ

૧૧ થી ૧૦

૧૫ વર્ષથી ઉપર

૮ થી ૭

શ્વાસોચ્છવાસની સંખ્યાનું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે શ્વાસની સંખ્યા

૨ મહિનાથી ૨ વર્ષ

૩૫

૨ થી ૬ વર્ષ

૨૩

૬ થી ૧૨ વર્ષ

૨૦

૧૨ થી ૧૫ વર્ષ

૧૮

૧૫ થી ૨૧ વર્ષ

૧૭-૧૮

૨૧ વર્ષથી ઉપર

૧૬-૧૭

ધવલ “નવનીત ”
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

આપનું શરીર :

ફેબ્રુવારી 15, 2010 3 comments



  • આપનું શરીર કાર્બન,હાઈડ્રોજન ,ઓક્સીજન ,નાઈટ્રોજન , ફોસ્ફરસ ,કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે .આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ
    ઓછું છે

  • આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે

  • પાચન ,શ્વસન,રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ  આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે

  • આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય

  • આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે

  • આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે

  • આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન  ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું  હોય છે

  • આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે

  • આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ   છે .

  • આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે .

  • આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે

  • આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે

  • શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .

  • પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે

  • માણસની મહાકાયતા અને વામનતા  પીચ્યુટરી ગ્રંથીને આભારી છે

  • માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે

  • પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન  અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે


શરીર ના તંત્રો :

1. પાચનતંત્ર
2. ભ્રમણતંત્ર
3. શ્વસનતંત્ર
4. ઉત્સર્ગતંત્ર
5. સ્નાયુતંત્ર
6. પ્રજનનતંત્ર
7. ગ્રંથિતંત્ર
8. ચેતાતંત્ર
9. કંકાલતંત્ર

આપના ખોરાક ના મુખ્ય ઘટકો :

તત્વો

કાર્યો

શેમાંથી મળે

કાર્બોહાઈડ્રેટ

શરીર ને શક્તિ અને ગરમી આપે છે .આહાર નો મુખ્ય ઘટક અને શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે .

અનાજ .બટાકા. ખાંડ.શેરડી,કેળા .ગાજર .મધ .શક્કરીયા

ચરબી

કોષ ને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે .વિટામીન A .D.B.એને K ના અભીશોષણ માટે જરૂરી છે

ઘી .તેલ.દૂધ .માખણ.ઈંડા .મગફળી

પ્રોટીન

શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે ,ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે .

કઠોળ .દૂધ,દહીં.પનીર .માંસ.માછલી .ઈંડા

પાણી

શરીરમાં થતી જૈવ-રસાયણિક ક્રિયાઓ માટે પાણી જરૂરી છે

– – – – –

ખનીજ દ્રવ્યો

શરીરને ઘસારો પૂરો પડે છે અને હાડકા મજબુત બનાવે છે .

ધન્ય ,કઠોળ.દૂધ.સુકા મેવા .તેલીબિયાં,લીલા શાકભાજી

વિટામીન

શરીરમાં થતી જૈવ – રસાયણિક ક્રિયાઓ માટે ,શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામીન જરૂરી છે

દૂધ. માખણ .શાકભાજી .ઈંડા .માંસ

ધવલ “નવનીત “

લીબર્ટી જરનલ સ્ટડીઝ પુસ્તક માંથી માહિતી પ્રાપ્ત કરીને અહી મુકેલ છે

Categories: સામાન્ય જ્ઞાન ટૅગ્સ:

સંસ્કારી

ફેબ્રુવારી 5, 2010 Leave a comment

સંસ્કારી


સંસ્કારી મનુષ્ય શબ્દને પવિત્ર સમજે છે ,એનું બળ તે જાણે છે ;
અને એને બહાર પાડતા પહેલા હૃદયસરોવરમાં શુદ્ધ કરે છે .
જે માણસ આવા અનેક પવિત્ર તેજસ્વી શબ્દો પ્રજાને આપે છે
વાપરવા માટે ને વ્યવહારમાં ચલાવવા માટે –તે માણસ કવિ છે
કારણ કે તે પોતાનું આંતરજીવન પણ બીજાને માટે જીવે છે

ધૂમકેતુ “રજકણ ‘

Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ:

લગ્ન ..ધૂમકેતુ –“રજકણ “

ફેબ્રુવારી 5, 2010 2 comments

લગ્ન ..

એ ધાર્મિક કરાર કરતા પણ કાંઈક વધુ છે
એ એક વ્યક્તિ , જાણે, બીજી વ્યક્તિને ઓળખી કાઢે છે ને પછી
તો એના વિના જીવનયાત્રા નિભાવી ન શકે એવી આ વિરલ અવસ્થા છે
એ વિરલ છે,માટે અશક્ય પણ નથી, અને અસંગત પણ નથી
કોઈ પણ હેતુ માટે પરણવું એને હું સુધરેલી બજારવૃત્તિ માનું;
કેટલીક સ્ત્રીઓ —ખાસ કરીને શ્રીમંત કુટુંબ માં જવાનો મોહ રાખનારી —પરણે છે,
મોટર માં બેસવા મળે તે માટે.
કુટુંબના જુનવાણી સંબંધો તાજા કરવા ઘણા પરણે છે .
કેટલાક પૈસાને પરણે છે .વિધા પ્રત્યેના માનથી પણ લગ્ન થાય છે .
ઉગતી જુવાનીમાં સમજણ ન હોવાથી દેહનું આકર્ષણ પણ ઘણો મોટો ભાગ ભજવે છે ,
આ સઘળાં લગ્ન બજારુ છે .
પ્રેમ —જો જીવનના કોઈપણ ખૂણામાં બેઠો હોય તો —-પ્રેમ એ એક જ —લગ્નનો હેતુ હોઈ શકે

ધૂમકેતુ –“રજકણ “


Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ: