મારા વિશે

divider animations

https://i1.wp.com/api.ning.com/files/ltrpE9b4K0vOmVAaIdVdbdahj-HcwCBq-zZG3ZwSmSs5IAVRjLmNTtiM11kl3-7pe*I-KJQI4rO3g011vpC9qDmCKPFqjy5i/dhaval.pdf.JPG

ઓળખાણ તો લખનાર કવિની હું તો માત્ર સંપેતરું છું…


મારા મન ના ઊંડાણ ને રજુ કરવા ની હિમ્મત તો મને કવિ ” માધવ રામાનુજ “દ્વારા પરોક્ષ રીતે મળી તેમને કહ્યું હતું કે :


જો હું ઉપમા , અલંકાર કે પછી નિયમો ને લઈને જો કવિતા લખવા
બેસું તો તે શક્ય નથી કારણ કે કવિતા તો મન ના કોઈ અગોચર પ્રદેશ માંથી
સ્વયભૂ પ્રગટ થનારું દિવ્ય સત્વ છે …


એટલે થયું કે લાવ હવે મન મુકીને વરસું પણ એકવાર એક કાર્યક્રમ માં શ્રી તુષાર શુક્લ્ય સાહેબની વાણી સાંભળી તેઓ કહે છે કે :


પા પા પગલી તો ઘરમાં ભરાય મોટા ડગ ભરવા હોય તો બહાર જવું પડે અને બહારના વાતાવરણ માટે પોતાને તૈયાર પણ કરવું પડે…


પછી મુંઝાતા મૂંઝાતા વિચાર્યું કે કવિઓની એવી ઘણી રચનાઓ છે જેનો રસાસ્વાદ આજનો યુવાવર્ગ નથી કરી શક્યો


તથા એવા ઘણા વાચક મિત્રો જે હવે માત્ર વેબ
સાઈટ પર કવિતા નો અને વાંચન નો આગ્રહ રાખે છે ..


બસ પછી નિર્ણય કર્યો કે એવી ઉપેક્ષિત કૃતિઓ આપ સમક્ષ મુકીશ અને રચનાઓ ને અનુરૂપ થાય તેવા ફોટા પણ સાથે મુકયા છે


જે ને ક્યારેક સોફ્ટવેર દ્વારા રચનાની અનુરૂપ બનાવ્યા છે …


શરૂઆત કરી છે ધૂમકેતુ સાહેબ ની ત્રીજી આવૃત્તિ” રજકણ ” થી જે જાન્યુવારી ૧૯૪૮ ના રોજ પ્રગટ થઇ ..


ખુબ સુંદર રીતે રજકણ માં વિચારો પ્રગટ થયા છે ..કણ જેવો વિસ્તાર છે અને મણ જેવો અર્થ ..અને વિશેષ જાણવાનું કે ..


પ્રતિભાવ એ પ્રશસા ની ભૂખ નથી …પણ એતો રચનાકાર ની વિશિષ્ટ દિવ્ય દ્રષ્ટિ દ્વારા આપણ ને મળેલ સમજણ નો વળતો શબ્દાઅભિષેક …


dividers 

 

શ્રી ગૌરીશંકર જોષી(ધૂમકેતુ)

‘ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી

નામ: ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

જન્મ: 12 ડીસેમ્બર – 1892 ; વીરપુર જલારામ

અવસાન: 11 માર્ચ 1965, અમદાવાદ

કુટુમ્બ

 • માતા – ગંગામા ; પિતા – ગોવર્ધનરામ

 • ભાઇ – રામજીભાઇ, અંબાશંકરભાઇ

 • પત્ની – કાશીબેન 1910

 • સંતાન – પુત્રી ઉષા પુત્ર દક્ષિણ, અશ્વિન,  ઘનશ્યામ

અભ્યાસ

 • મેટ્રિક 1917- પોરબંદર

 • બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ

વ્યવસાય

 • 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં

 • 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં

 • 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં

 • 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં

 • 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં

જીવન ઝરમર

 • 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા

 • 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા

 • 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ

 • 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા

 • 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.

રચનાઓ

ઐતિહાસિક નવલકથા-
29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં
પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- ૨

મુખ્ય ર ચનાઓ

 • નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક

 • સામાજિક નવલકથા- પૃથ્વીશ

 • આત્મકથા- જીવનપંથ

 • નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11

 • વિવેચન સાહિત્ય વિચારણા

 • જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન

 • બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ

સન્માન

 • 1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)

 • 1953 નર્મદ સુવર્ણચંદ્રક

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

 

ધૂમકેતુ’નો જન્મ વીરપુર ગામે ૧૨મી ડિસેમ્બર, ૧૮૯૨માં થયો હતો. બાળપણમાં  

તેમનું હુલામણું, લાડકવાયું નામ ‘ભીમદેવ’ હતું. વીરપુરમાં તેમણે સાત ચોપડી સુધીનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ધૂમકેતુ મણિભાઈના નામે પણ ઓળખાતા હતા. ‘ધૂમકેતુ’એ પોતાની ‘પોસ્ટ

ઓફિસ’ શીર્ષકવાળી ટૂંકીવાર્તામાં કોચમેન અલી
ડોસાની પત્ર-પ્રતિક્ષાને બખૂબી વર્ણવી છે. પૂર્વાશ્રમનો શિકારી અલી ડોસો
પોતાની વહાલસોયી દીકરી મરીયમ, જે દૂર સુદૂર સાસરે હતી, તેનો પત્ર આજે ચોક્કસ આવશે જ.. એવી પૂર્ણ શ્રદ્ધા સાથે લાકડીના ટેકે ટેકે પોસ્ટ ઓફિસે આવે, પરંતુ
પત્ર ન આવતાં ખાલી હાથે પાછો જાય… ફરી બીજા દિવસે આવ.. પાછો જાય. આમ
તેનો શ્રદ્ધા – વિશ્વાસ સાથે પોસ્ટ ઓફિસે આવવાનો ક્રમ રોજેરોજ નિયમિત જળવાઈ
રહે છે.. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પત્રની પ્રતિક્ષા કરનાર આ ડોસાને તડપાવવા
માટે “કોચમેન અલી ડોસા…” એવા
સંબોધનથી બૂમ પાડે અને અલી ડોસા એમ માને કે પોતાની દીકરી મરીયમનો
પત્રઆવ્યો છે અને તે પોસ્ટ ઓફિસની બારીએ જાય.. પરંતુ પત્ર ન હોય… આખરે એક
દિવસ ખરેખર પત્ર આવે છે…પછી શું થાય છે, એ જાણવાની ખરી મજા તો એ વાર્તા વાંચો તો જ આવે. ખેર, આજે

એ અલી ડોસો નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ એ પોસ્ટ ઓફિસ

ગોંડલમાં હયાત છે. થોડા સમય પહેલા એ પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચોકનું ‘ધૂમકેતુ

ચોક’ નામકરણ થયું છે.

ગોંડલમાં

ધૂમકેતુ ગોંડલ રેલવેમાં ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં ક્લેઈમ્સ
ક્લાર્ક તરીકે નિમાયા હતા. એ નોકરીમાં મજા ન આવી એટલે  સગ્રાંમજી
હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે નોકરી કરી હતી. એ જમાનામાં કોઈ  મેટ્રીક
પાસ થાય તો પણ જાણે કે આઈએએસ પાસ થયા જેવું ગૌરવ ગણાતું..! એ વેળા  તેઓ
મેટ્રીક થયા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી બીએ થયા હતા.
ભણવાની સાથે તેમની સાહિત્યરુચિ પણ ઘણી ખીલેલી હતી. કોલેજકાળ દરમિયાન ‘સાહિત્ય’ માસિકે નિબંધ સ્પર્ધા યોજેલી, જેનો વિષય હતો ‘૧૯૧૭માં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો? અને શા માટે?’ તેમાં તેમણે ભાગ  

લીધો હતો અને દસ રૃપિયાનો પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. કોલેજકાળ દરમિયાન ‘શૈલબાલા’ નામની વાર્તા રચેલી. તેમના પત્રો આનંદશંકર ધ્રુવના ‘વસંત’

માં છપાયા હતા. તેમણે કુંકાવાવ, બાબરા, ગોંડલ

અને અમદાવાદ એમ વિવિધ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી. ગોંડલ સાથે
ધૂમકેતુને જાણે કે ઋણાનુબંધ હોય તેમ તેઓ પાંચમી અંગ્રેજી ભણવા ગોંડલ આવેલા
હતા. નોકરી કરતાં કરતાં ગોંડલમાં જ પોસ્ટ ઓફિસનું સર્જન કર્યું. એ સિવાય
ઘણી વાર્તાઓ પણ ગોંડલમાં લખી.

સ્મારક જેવા સ્મરણ સ્થળો

તેઓ ગોંડલમાં જ્યાં રહ્યા હતા ત્યાં ભગવતપરામાં આજે ‘ગોવર્ધન કુટિર’ નામનું મકાન હયાત છે. જે મકાનનું નામકરણ ગૌરીશંકર જોશીએ પોતાના પિતાશ્રી ગોવર્ધનરામના નામ સાથે જોડીને કરેલું છે. એ મકાન ‘ધૂમકેતુ’ની
સ્મૃતિમાં હજુ પણ તેમના વારસોએ ગોંડલમાં સ્મૃતિચિહ્ન સ્વરૃપે રાખેલું છે. પોસ્ટ ઓફિસનું અંગ્રેજીમાં ‘ધ લેટર’ 

નામે ટ્રાન્સલેશન થયું છે.  ઓક્સફર્ડ  યુનિર્વિસટીએ ‘ટેન ટેલ્સ’ નામનો વાર્તાસંગ્રહ રજૂ કરેલો. તેમાં ‘ધ લેટર’ નો પણ સમાવેશ કરાયો છે. અમેરિકામાં પ્રસિદ્ધ થયેલા ‘સ્ટોરીઝ ફ્રોમ મેની લેન્ડસ’ નામના પુસ્તકમાં વિશ્વનાં  ૪૦ રાષ્ટ્રોની શ્રેષ્ઠ વાર્તાઓમાં પણ ધ લેટરને સ્થાન મળ્યું છે. એ ઉપરાંત  તેમની ઘણી કૃતિઓનું ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી, સિંધી ભાષામાં રૃપાંતર  થયું છે. સપ્તપૂર્ણ અને પૃથ્વી ઔર સ્વર્ગ એ બે સંગ્રહો હિન્દીમાં પ્રગટ

થયેલા છે. ‘ધૂમકેતુ’ની

સાહિત્યયાત્રામાં તેમનું પ્રથમ લખાણ ૧૯૦૯માં ‘ઉદ્ગાર’ માં છપાયું હતું. એ સમયે ગૌરીશંકરની ‘મણિરાય’ નામે કવિતાઓ પ્રગટ થતી હતી. તેમણે અવધૂત – એમએ, એલએલબી નું ઉપનામ પણ ઉપયોગમાં લીધેલું હતું. ૧૯૨૨માં પત્રકાર અમૃતલાલ શેઠ સૌરાષ્ટ્રપત્ર રાણપુરથી ચલાવતા હતા.

તેમાં રાજમુગટ નામની નવલકથાના હપ્તા તેમના ‘ધૂમકેતુ’ ના ઉપનામથી શરૃ થયા હતા અને ‘નવચેતન’ માસિકમાં ‘પૃથ્વીશ’ ના હપ્તા શરૃ થયા હતા. સૌરાષ્ટ્રપત્રમાં જોડાવવાનું અમૃતલાલ શેઠે આમંત્રણ પણ  આપેલું હતું. આ ગાળામાં ગોંડલથી બચુભાઈ રાવત (‘કુમાર’ ના
સંપાદક) તથા દેશળજી પરમાર અમદાવાદ ગયા હતા. આ કારણસર  તેમને અમદાવાદ
જવાનું આકર્ષણ થયેલું અને એ વેળા અંબાલાલ સારાભાઈની અમદાવાદ ની શૈક્ષણિક
સંસ્થા ‘ધી સ્ટ્રીટ’ તેમને નોકરી મળી ગઈ હતી. ત્યારે તેમને ‘રાજમુગટ’

નવલકથાના પુરસ્કાર પેટે ૯૦ રૃપિયાનો ચેક મળેલો તે લઈને
અમદાવાદ આવેલા હતા અને અમદાવાદમાં રવિશંકર રાવળને ત્યાં રાયપુર બઉવાની
પોળમાં બે દિવસ રહ્યા હતા. પછીથી તેઓ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેવા
ગયા હતા. આ વેળા સાહિત્યયાત્રા ચાલુ જ હતી. કલાગુરુ રવિશંકર રાવળ,બચુભાઈ રાવત, દેશળજી પરમાર તેમના  મિત્રો હતા.તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ૨૭-૫-૧૯૨૬માં ‘તણખા

મંડળ’ પ્રગટ થયો હતો. જેને સાહિત્ય જગતે વધાવી  લીધો હતો. ‘ધૂમકેતુ’એ ચૌલુક્ય યુગ નવલકથાવલી લખી છે. તેમના વાર્તાસંગ્રહોમાં તણખા મંડળના ચાર  ભાગ ઉપરાંત પ્રદીપ, આકાશદીપ, અવશેષ, પરિશેષ, ત્રિભેટો વગેરે છે. તેમણે ચિંતનાત્મક કૃતિઓ પણ રચી છે. નિબંધ, નાટક, હાસ્યલેખો તથા બાળસાહિત્ય સહિત આશરે ૧૫૦ પુસ્તકોનું સર્જન

કર્યું છે. ધૂમકેતુનો પરિવાર પોસ્ટ ઓફિસ સાથે આજે પણ જોડાયેલો છે. તેના

પરિવારના ઈન્દ્રવદનભાઈ જોશી પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે અને ઉદયભાઈ જોશી
શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમનો પરિવાર અમદાવાદમાં પણ રહે છે.

Advertisements
 1. સપ્ટેમ્બર 8, 2009 પર 2:21 પી એમ(pm)

  welcome to wordpress gujublog world all the best

 2. સપ્ટેમ્બર 8, 2009 પર 4:13 પી એમ(pm)

  thank you bharat bhai

 3. નવેમ્બર 24, 2009 પર 6:13 એ એમ (am)

  વાહ ! ધવલભાઈ

  ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે.

  અભિનંદન..

 4. ડિસેમ્બર 9, 2009 પર 11:13 એ એમ (am)

  ધવલ ભાઇ, આપનો બ્લોગ સરસ છે..મે ફરીથી ધૂમકેતુની વિચારકણીકા વાંચી..ખુબ સમજપુર્વક આપ ક્રુતિ રજુ કરો છો..પ્રતિભાવ એ સુસ્ન્સ્કૃત વ્યક્તિનો ગુણ છે, સન્કાર છે…પ્રત્યેક ક્લાકારના મનની માગ રહે છે અને પ્રત્યેક માન્વ કઈ પણ રજુ કરે અરે માત્ર વાત કરે તો પણ ધ્યાન દૈ સાંભળ્વું તેને યોગ્ય જવાબ આપવો આ બધુ ગુણવત્તા પર આધારિત છે..અસન્કૃત માણસ અસભ્ય માણસ ગમે તેવુ વર્તન કરે..કરી શકે..અને તેનુ ગૌરવ લેનાર બહુ મોટો વર્ગ હોઇ શકે …જુઓ તમે માધવ રામાનુજ્ની વાતને કેવી સરસ પ્રેરણારુપે લિધી હવે હુ પણ જુઓ તેમના વર્ગ્માં વિદ્યાર્થી રહ્યો ત્યારે તો મે કોઇ કવિતા કે સાહિત્યમાં રસ ન્હોતો લીધો છતાય મને તેમની કવિતા આજેય યાદ છે તેઓના મુખેથી સાંભળેલી…મને ઘણું દુખ થયેલ જ્યારે તેમની જુવાન જોધ દિકરીનું અવસાન થયું….મને હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ…
  આ સવેદન કેવું થયુ હશે…..કાલાય તસ્મૈ નમહ..
  આપને અભિનંદન

 5. ડિસેમ્બર 9, 2009 પર 1:28 પી એમ(pm)

  આપનો ખુબ ખુબ આભાર દિલીપ ભાઈ …..આપ કેટલે નસીબદાર કે તેમના વિદ્યાર્થી રહ્યા ..તેમની હયાતી નો ઓજશ અનેરો છે ….અને હવે ઈશ્વર ને એ પ્રાથના જ કરવી રહી કે દીકરી અવસાન નું દુ:ખ ભોગવતો બાપ બનાવે તો ગજું માધવ રામાનુજ જેવું આપજે ….દિલીપ ભાઈ આપની મુલાકાત હિંમત અને પ્રેરણા આપે છે આપની અહી તરલતા રહે તેવી અપેક્ષા સહ ….જય શ્રી કૃષ્ણ

 6. rishabh
  ડિસેમ્બર 14, 2009 પર 10:35 એ એમ (am)

  khubaj saras

  maja aavi gai

  tamari mahenat khare khar rang lavase

  • ડિસેમ્બર 14, 2009 પર 6:17 પી એમ(pm)

   રિષભ ભાઈ ,આપે મારા આંગણા ની મુલાકાત લઇ મને પ્રોત્સાહન આપ્યું તે બદલ આપનો ખુબ ખુબ આભાર

 7. ફેબ્રુવારી 9, 2010 પર 4:16 એ એમ (am)

  પ્રિય ધવલભાઈ, સાહિત્યસાગર મથીને રત્નો શોધવાનું આપનું કાર્ય ખરેખર ખુબ જ પ્રસંશનિય છે. બ્લોગજગતે જ્યારે પ્રત્યેકને અભિવ્યક્તિનો મંચ પુરો પાડ્યો છે ત્યારે સાહિત્યનવનીત છુટુ પાડવાનો આ પ્રયાસ આભને આંબે તેવી જ અભ્યર્થના સાથે અભિનંદન.

 8. ફેબ્રુવારી 14, 2010 પર 4:11 એ એમ (am)

  Nice to see someone with the same mindset as to what i am. I look forward for your help to take my website to more students so that we can pass the benefit to more students

 9. ફેબ્રુવારી 28, 2010 પર 2:21 પી એમ(pm)

  what a beautiful & informative information dhavalbhai thx for sharing such information with me and our network – raj – tamaro mitra

 10. માર્ચ 27, 2010 પર 3:53 પી એમ(pm)

  એલાવ ધવલભાઈ….

  તમારો બ્લોગ મારી નજરે કેમ ના આવ્યો..સમજાતુ નથી..

  બાકી ધૂમકેતુ સાહેબનું જ્ઞાનનું ઝરણુ વહેતુ રહેશે તેવી જ શુભકામનાઓ..

  જય દ્વારકાધિશ

 11. vipul
  એપ્રિલ 17, 2010 પર 9:53 પી એમ(pm)

  hi dhaval navaneet…
  what a mind-blowing blog…
  i like to much dhumketu and you also…
  keep it up…
  i will visit again…
  because i like to read your blog…

 12. જાન્યુઆરી 25, 2011 પર 8:51 એ એમ (am)

  Dhavalbhai… so nic eto see you here ! Today I accidently landed up to your blog.. thanks to Hirenbhai’s blog ….got a link from there. Shall keep meeting… You are warmly invited to visit my blog http://piyuninopamrat.wordpress.com/

 13. ફેબ્રુવારી 5, 2011 પર 3:53 પી એમ(pm)

  સુંદર બ્લોગ ધ્વલભાઇ very artistic keep it up
  green colour is very good

  • ફેબ્રુવારી 6, 2011 પર 10:57 એ એમ (am)

   આભાર ઇન્દુબેન ..!! આપ આવ્યા આનંદ થયો ..!! પીળો કલર ચેતવણી કે ધ્યાન ખેચવા અનુકુળ છે ..પણ તેના સાનિધ્યમાં રચનાની અનુભૂતિ સંપૂર્ણ નથી અનુભવતી ..થોડી મુશ્કેલી અનુભવાય છે ..માટે !! ખેર આને મારો વ્યક્તિગત વિચાર ગણજો ..આભાર

 1. જાન્યુઆરી 2, 2011 પર 5:37 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: