Archive

Posts Tagged ‘Body’

શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો

માર્ચ 28, 2010 4 commentsશરીરના અંગો સાથે સંકળાયેલ રોગો :

રોગ કયા અંગને અસર કરે છે
આર્થરરાઈટિસ પગના સાંધા
અસ્થમા ફેફસાં
કેટરેટ આંખ
કન્જેટીવાઈટિસ આંખ
ડાયાબિટીસ – – –
ડિપ્થેરિયા ગળું
ગ્લુકોમા આંખ
ગોઇટર ગળું
ટીટેનસ માંસપેશીઓ
કમળો યકૃત
મેનેન્જાટીસ મગજ
પોલિયો નસ
ન્યુમોનિયા ફેફસાં
પાયોરિયા દાંત
ટી.બી ફેફસાં
ટાઈફોડ આંતરડા
મેલેરિયા કરોડરજ્જુ
લ્યુકેમિયા લોહી
થેલેસેમિયા લોહીના રક્તકણો
સિફિલિસ જનનાંગો
પ્લેગ ફેફસાં,લાલ રક્તકણો
હરપીસ ચામડી
ટ્રેકોમાં આંખ
ફ્લુ શ્વસનતંત્રસુક્ષ્માંણુંથી થતા રોગો :


સુક્ષ્માંણું થતા રોગો
વાઈરસ પીળો તાવ , હડકવા , શીતળા , ઓરી , અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ.
બેક્ટેરિયા કોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ , ડિપ્થેરિયા ,સિફિલિસ
ફૂગ દરાજ ,ખરજવું
પ્રજીવ મલેરિયા ,અમીબિક , મરડો ,અનિદ્રા
કૃમિ વાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ
ચેપી રોગો અને બિનચેપી રોગો ::

પ્રકાર રોગો
ચેપી રોગો : વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગો નો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે .
બિનચેપી રોગો : અનુવાંશિક રોગ ,માનસિક રોગ ,ત્રુટીજન્ય રોગ, ચયાપચયની કે અંત:સ્ત્રાવોની ખાનીથી થતા રોગ અને હાનીકારક પ્રદાથોથી થતા રોગો એ બિનચેપી રોગો છે
અનુવાંશિક રોગો : હિમોફિલિયા ,રંગઅંધતા,આલ્બિનિઝમ.
માનસિક રોગો : ફેફસું ,હતાશા ,દ્રીમુખી વ્યક્તિત્વ .
ત્રુટીજન્ય રોગો(આહાર પોષણની ખામીથી થતા રોગો ): કવોશિયોરકોર,મરાસ્મસ , રતાંધળાપણું ,પાંડુરોગ ,સ્કર્વી ,બેરીબેરી સુક્તાન .
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો : ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા .
હાનિકારક પ્રદર્થોથી થતા રોગો : એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયા
એલર્જી : કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે
જાતીય સમાગમથી થતા રોગો : એઇડ્સ ,ગોનોરિયા ,સિફિલિસ


ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

Advertisements

આપનું શરીર :

ફેબ્રુવારી 15, 2010 3 comments • આપનું શરીર કાર્બન,હાઈડ્રોજન ,ઓક્સીજન ,નાઈટ્રોજન , ફોસ્ફરસ ,કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે .આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ
  ઓછું છે

 • આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે

 • પાચન ,શ્વસન,રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ  આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે

 • આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય

 • આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે

 • આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે

 • આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન  ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું  હોય છે

 • આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે

 • આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ   છે .

 • આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે .

 • આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે

 • આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે

 • શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .

 • પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે

 • માણસની મહાકાયતા અને વામનતા  પીચ્યુટરી ગ્રંથીને આભારી છે

 • માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે

 • પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન  અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે


શરીર ના તંત્રો :

1. પાચનતંત્ર
2. ભ્રમણતંત્ર
3. શ્વસનતંત્ર
4. ઉત્સર્ગતંત્ર
5. સ્નાયુતંત્ર
6. પ્રજનનતંત્ર
7. ગ્રંથિતંત્ર
8. ચેતાતંત્ર
9. કંકાલતંત્ર

આપના ખોરાક ના મુખ્ય ઘટકો :

તત્વો

કાર્યો

શેમાંથી મળે

કાર્બોહાઈડ્રેટ

શરીર ને શક્તિ અને ગરમી આપે છે .આહાર નો મુખ્ય ઘટક અને શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે .

અનાજ .બટાકા. ખાંડ.શેરડી,કેળા .ગાજર .મધ .શક્કરીયા

ચરબી

કોષ ને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે .વિટામીન A .D.B.એને K ના અભીશોષણ માટે જરૂરી છે

ઘી .તેલ.દૂધ .માખણ.ઈંડા .મગફળી

પ્રોટીન

શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે ,ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે .

કઠોળ .દૂધ,દહીં.પનીર .માંસ.માછલી .ઈંડા

પાણી

શરીરમાં થતી જૈવ-રસાયણિક ક્રિયાઓ માટે પાણી જરૂરી છે

– – – – –

ખનીજ દ્રવ્યો

શરીરને ઘસારો પૂરો પડે છે અને હાડકા મજબુત બનાવે છે .

ધન્ય ,કઠોળ.દૂધ.સુકા મેવા .તેલીબિયાં,લીલા શાકભાજી

વિટામીન

શરીરમાં થતી જૈવ – રસાયણિક ક્રિયાઓ માટે ,શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામીન જરૂરી છે

દૂધ. માખણ .શાકભાજી .ઈંડા .માંસ

ધવલ “નવનીત “

લીબર્ટી જરનલ સ્ટડીઝ પુસ્તક માંથી માહિતી પ્રાપ્ત કરીને અહી મુકેલ છે

Categories: સામાન્ય જ્ઞાન ટૅગ્સ: