Archive

Archive for માર્ચ 27, 2010

આર્યકુળની ભાષા ગુજરાતી

માર્ચ 27, 2010 1 comment

માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .


પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ


સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

અહી ક્લિક કરો ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***


ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***

ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***

સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું

==લેખક .પ્રો .ડો .બી એમ .રાજપૂત

Categories: ગુજરાત ટૅગ્સ:, ,

મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :

માર્ચ 27, 2010 Leave a comment



મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :

  • મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભય ને
    વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે

સંબંધ ભય સંબંધ ભય
ઊંઘ હિપ્નોફોબિયા દુર્ઘટના ટ્રાઉમેટો ફોબિયા
અસફળતા કાકોરાફિયા ફોબિયા રાત્રી અચીલુઓ ફોબિયા
થાક કોપો ફોબિયા ધ્વની અકાઉસ્ટીકો ફોબિયા
કોઢ લેપ્રો ફોબિયા પીડા અલ્ગો ફોબિયા
ગાંડપણ મેનિયા ફોબિયા ઉંચાઈ અલ્ટો ફોબિયા
ગર્ભવતી માઈમુસીઓ ફોબિયા ધૂળ એમાથો ફોબિયા
ગંદકી માઈસો ફોબિયા સંગીત મ્યૂઝિક ફોબિયા
પગે ચાલવું બાસી ફોબિયા મૃત્યુ -મૃતદેહ નેક્રો ફોબિયા
ઊંડાઈ બૈથો ફોબિયા વાદળ નેફો ફોબિયા
ઠંડુ કાઈમાટો ફોબિયા બીમારી નોસેમાં ફોબિયા
રંગ ક્રોમેટો ફોબિયા રોગ નાસો ફોબિયા
સહવાસ કોશિનો ફોબિયા ગંધ ઓલ્ફેકટો
કુતરો માઈનો ફોબિયા વરસાદ ઓમ્બો ફોબિયા
ગતિ કાઈનેટિકો ફોબિયા વિદ્યુત ઇલેક્ટ્રો ફોબિયા
આંખ ઓમ્મેટો ફોબિયા કીડી-મકોડા એન્ટોમો ફોબિયા
સ્વપ્ન ઓમેએરો ફોબિયા એકાંત એરીમેટો ફોબિયા
સાપ ઓફિયો ફોબિયા સેક્સ ગેનો ફોબિયા
બાળક પેડી ફોબિયા મહિલા ગાઈનો ફોબિયા
ખાધ ફેગો ફોબિયા બોલવું હેલો ફોબિયા
દવા ફાર્મકો ફોબિયા સુખ હેડોનો ફોબિયા
ભય ફોબો ફોબિયા પાણી હાઈડ્રો ફોબિયા
પ્રાણી ઝુ ફોબિયા = = = = = =




ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

Categories: સામાન્ય જ્ઞાન ટૅગ્સ:,

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન

માર્ચ 27, 2010 1 comment

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન


વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ એટલે ” ઓલિમ્પિક રમતોત્સવ “.દુનિયામાં કોઈપણ ખેલ સ્પર્ધા ઓલિમ્પિકના પોતાના નવા નવા ખેલાડીઓ ઉત્પન્ન કરે છે અને દરેક રમત માં નવા નવા વિક્રમો દર ઓલિમ્પિકમાં ઉભા કરે છે ઓલિમ્પિક રમત નો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ .પૂર્વે ૭૭૬ થી ઈ.સ.૩૯૪ સુધીમાં ઝીયસ નામે દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી .ઈ.સ ૩૯૪ માં તે વખતના સમ્રાટ રાજા થિયોડોસીયાસે ઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો .આ પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે . આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે

ઓલિમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે .સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) – એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક રમતોત્સવમાં ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી .

:ઓલિમ્પિક ચાર્ટર :

ઓલિમ્પિક રમતોત્સવનો એક ચાર્ટર છે .આ ચાર્ટર માં ઓલિમ્પિકના હેતુઓ
આપેલા છે જે નીચે મુજબ છે


  1. રમતગમત માટેના જરૂરી એવા શારીરિક અને નૈતિક ગુણોનો વિકાસ કરવો.
  2. વિશ્વશાંતિ માટે રમતગમત ના માધ્યમ થી યુવાઓમાં પરસ્પર સદભાવના અને મિત્રતા વધારવી .
  3. સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના સિદ્ધાંતો નો પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય સદભાવ ઉભો કરવો

  4. વિશ્વના બધા ખેલાડીઓને દર ચાર વર્ષે એક સ્થાન પર એકત્રિત કરવા

    :ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :

વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી

(સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને

ફોરટિયાસ)

:ઓલિમ્પિક ધ્વજ :

ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ

બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ

એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં

આવે છે .આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં

વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . ઓલિમ્પિકના પાંચ

વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે અને પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય

સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે

:ઓલિમ્પિક ચીહ્ન :


પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :

પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે

:ઓલિમ્પિક ગીત :

૧૯ મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને સમાપન સમારોહમાં ગાવામાં આવે છે

:ઓલિમ્પિક જ્યોત :

‘ જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના

મંદિરમાંથી લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની

શરૂઆત થઇ હતી

:ઓલિમ્પિકનું શુભદાયક ચીહ્ન :
વર્ષ સ્થળ શુભદાયક ચીહ્ન (mascot )
૧૯૭૨ મ્યુનિચ વાલ્દી(કુતરો)
૧૯૭૬ મોન્ટ્રીયલ અમિક
૧૯૮૦ મોસ્કો મીશા (રીંછનું બચ્ચું )
૧૯૮૪ લોસ એન્જલસ સૈમ (બાજ)
૧૯૮૮ સેઉલ હોદોરી (વાઘનું બચ્ચું )
૧૯૯૨ બાર્સિલોના કોબી (કુતરો)
૧૯૯૬ એટલાન્ટા ઈજ્જા(માનું બાળક )
૨૦૦૦ સિડની ઓલી,મિલિ અને સિડ
૨૦૦૪ એથેન્સ ફેઓસ અને એથેના
:ઓલિમ્પિક રમતો :
તીરંદાજી (આર્ચરી ) ૧૫ જુડો
એથ્લેટિકસ ૧૬ શુટિંગ
બાસ્કેટબોલ ૧૭ સ્વિમિંગ
બોક્સિંગ ૧૮ ટેબલ ટેનીસ
કેનોઈંગ ૧૯ ટેનિસ
સાઈક્લિંગ ૨૦ વોલીબોલ
ઇક્વેસ્ટીરીયન સ્પોર્ટ ૨૧ વેઇટલિફ્ટિંગ
ફેન્સિંગ ૨૨ કુસ્તી
ફૂટબોલ ૨૩ યાચિંગ
૧૦ જીમ્નેસ્ટીક ૨૪ રોવિંગ
૧૧ હેન્ડબોલ ૨૫ બેઝબોલ
૧૨ બેડમિન્ટન ૨૬ સોફટબોલ
૧૩ હોકી ૨૭ ટઈક્વોન્ડો
૧૪ પેન્ટાથલોન ૨૮ ટ્રપથ્લોન