મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > ફૂલોનું શોકગીત

ફૂલોનું શોકગીત

એપ્રિલ 15, 2011 Leave a comment Go to comments

ફૂલોનું શોકગીત રજનીરાણી ઘણી વખત ગાય છે :
ને સવારે તેના આંસુ હરિયાળા મેદાનમાં મોતી જેવા ચળકે છે :
ફૂલોનું રુદનગીત તમે સાભળ્યું છે ? નહિ ? જુઓ આ રહ્યું તે શોકગીત :

કેટલી સુંદર એ નિંદ્રા હતી !

માતા ધરતીનો અમૃતરસભર્યો ખોળો અમને હુંફ આપી રહ્યો હતો .પરમશાંતિના પ્રદેશમાં -સ્વપ્નભૂમિ જેવી શાંતભૂમિમાં અમે આનંદમગ્ન હતા બહાર આવવાની અમને તમન્ના ન હતી. કાંઈ નવું નિહાળવાની ઈચ્છા પણ ન હતી.
અમને પૂર્ણ આનંદ હતો . પણ પેલા માળીએ જલસીંચન કરી અમને જાગૃત કર્યાં.
સોનેરી રૂપેરી કિરણોનો ઝભ્ભો ઓઢીને સૂર્યે અમોને ઢંઢોળ્યા.
જલદેવીએ નેત્રમાં જાદુ આંજ્યાં.મારુતે ધીમે સ્પર્શ કરી પ્રેમની પગદંડી રચી:અને અમોને અમોલા વસ્ત્રશણગાર સજાવી પૃથ્વી માતાએ બહાર મોકલ્યા .

`ત્યાં સુધી ઠીક હતું .અમે દુનિયા જોતાં,પક્ષીનાં ગાન સાંભળતા,
મનોહર પતંગિયાની ઘડીભર મૈત્રી કરતા, ક્યારેક ભમરાના ગુંજારવનું અનુરણન કરતા,

મધમાખીનો એકાદ ડંખ પણ સહી લેતાં.

`પરંતુ એક દિવસ માળીએ અમને સૌને ચૂંટીને માળામાં ગુંથી લીધા.
મંદ સ્મિત કરી ચંદ્ર કિરણો સાથે મૈત્રી સાધી,અમે એ દુખ પણ વિસરી દીધું .
પણ હાય રે ! -રજનીરાણીએ આંખો મીંચી ન મીંચી
અને અમને ફૂલોને —માતા પૃથ્વીની સુગંધને

પેલી નફફટ વેશ્યાની મદભરી જુવાની સાથે રમવાનું ભાગ્ય પ્રાપ્ત થયું ;
એકાદ લોહીતરસ્યા રાજવીના કંઠને શણગારવાનું મળ્યું ;

રખડેલ લંપટ જુવાનના હાથમાં ઝીલાઇને મદિરાના છંટકાવ સાથે ઈશ્કની મસ્તીમાં રગદોળાવાનું નસીબ ફળ્યું !


`સ્ટેશન માસ્તરના માનપત્રમાં ,પોસ્ટ માસ્તરની મિજબાનીમાં ,મોટાઓની પાર્ટીમાં , ને રંડીનાં મુજરામાં –અમને ફૂલોને એમાંથી બચાઓ ! જંગલમાં મોકલો કે પૃથ્વીમાં પાછાં દફનાવો . પણ તમારા માનવ અમોને બગીચામાંથી દેશવટો આપો .

`રે ! માળી ! ભાઈ ! તે જલસીંચન કરી અમને જાગૃત ન કર્યાં હોત !
અમને ત્યાં ધરતીના અંતરમાં કેવી સુખરૂપ નિંદ્રા આવી ગઈ હતી .

`અથવા તો અમને જંગલમાં અકસ્માતે ખીલવા અને અકસ્માતે ખરવા દીધા હોત ! ‘
`અમને ફૂલોને એ સદભાગ્ય ફળે અથવા દેશવટો મળે ‘
`અમને ફૂલોને–તમારા માનવ બગીચામાંથી પાછાં
પૃથ્વીના અંતરમાં જવાનું સદભાગ્ય મળે


અથવાએકાદ `ગોરી ગોરી ‘ રાધા કે કૃષ્ણના હૃદયનો આશ્રય મળે કે
એકાકી યોગીન્દ્ર શંકરના મસ્તક પર ચંદ્ર કિરણમાં બેસી પેલી ભસ્મનો સ્પર્શ કરવા મળે
કે કોઈ માનવેન્દ્રનો શરીર શ્રુંગાર રચવાનું મળે .’


ધૂમકેતુ =

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: