ધૂમકેતુ ૨૦

ડિસેમ્બર 13, 2009 Leave a comment Go to comments

સમાનતા

તમારી જાતને કાંટા વળગ્યા છે તે ઘસી નાખો ;
જે વસ્તુ જાત થી છૂટી પડીને લટકે છે તેનો વિનાશ કરો ;

જે ઉપરના ચળકાટ માટે છે તેને ઝાંખી કરી નાખો ;
અને વિનમ્રતાથી સૌની સાથે ભળો.આનું નામ સાચી સમાનતા
સાચી સમાનતામાં એકબીજાની ઓળખાણનો અવકાશ નથી :
ઓળખાણ એટલે તો અસમાનતા ;

ઓળખવાનો પ્રયત્ન નહિ -જાણવાનો પ્રયત્ન કરો .
આમાંથી સાચી સમાનતા જન્મે .
વડી એમાં એકબીજાને છુટા પડવાનો અવકાશ નથી .
એમાં ઉપકારી ક્રિયાને સ્થાન નથી .
એમાં નફા-નુકશાનનો હિસાબ નથી ,
એમાં એક કરતા બીજાની સ્થિતિ ઉચ્ચ હોવાનો સંભવ નથી .
એમાં કોઈ કોઈનાથી નીચે જઈ શકતું નથી
એટલા માટે દુનિયામાં સાચી સમાનતા એ સર્વોત્તમ વસ્તુ છે

નિર્દોષ સરળતા


નિર્દોષ સરળતા એ એક પ્રકારનું એવું સામર્થ્ય છે ,
જેની પાસે સમર્થો પોતાનું બળ તજી દેવામાં ગૌરવ મને છે

ધમકેતુ “રજકણ માંથી “



  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment